ગુજરાત
News of Friday, 29th May 2020

મોડાસાના ડીપ વિસ્તારમા પીવાના પાણીની પાઇપ લાઈનમાં વાલ્વમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો જથ્થો વેડફાયો

મોડાસા: શહેરના ડીપ વિસ્તારમાં પીવાના પાણીની પાઈપ લાઈન ના વાલ્વમાં લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. લીકેજ પાણી રોડ પર ફરી વળતાં વાહન ચાલકો અને વટેમાર્ગુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.આમ પાણીની પાઈપ લાઈન ના વાલ્વમાં લીકેજ થતાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

શહેરના ડીપ વિસ્તાર થી સિધ્ધિ વિનાયક મંદિર જવાના માર્ગ ઉપર આવેલ પાલિકાની પાઈપ લાઈનના વાલ્વમાં લીકેજ સર્જાતાં પાણીના જથ્થાનો મોટા પ્રમાણમાં વ્યય થયો હતો.વાલ્વ લીકેજ થતાં રસ્તા ઉપર પાણી જ પાણી જોવા મળ્યું હતું.જેને કારણે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.પાણીના વેડફાટના કારણે માર્ગ ઉપર જતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી નો સામનો કરવો પડયો હતો.આમ પાણીની પાઈપ લાઈન ના વાલ્વમાં લીકેજ થતાં હજારો લીટર પાણી રોડ ઉપર ફરી વળ્યું હતું.

(6:09 pm IST)