ગુજરાત
News of Friday, 29th May 2020

જી.પી.એસ.સી.ની જૂનની પરીક્ષાઓ મોકૂફ : નવી તારીખ ર૦મીએ જાહેર થશે

ગાંધીનગર, તા. ર૯ : નોવેલ કોરોના વાઇરસના અનુસંધાને ઉભી થયેલ પરિસ્થિતિ ધ્યાને લઇ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. ૩૧-પ-ર૦ર૦ સુધી આયોજિત તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલ હતી. હવે સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખી આયોગ દ્વારા તા. ૧ જૂનથી ૩૦ જૂન ર૦ર૦ સુધી આયોજિત તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે છે.

આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવેલ પ્રાથમિક કસોટીઓ/મુખ્ય પરીક્ષાની નવી તારીખો નિર્ધારિત કરી સુધારેલ પરીક્ષા કાર્યક્રમ તા. ર૦ જૂન ર૦ર૦ના રોજ આયોગની વેબ સાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. માર્ચ, એપ્રિલ, મે અને જૂન ર૦ર૦માં આયોજિત જે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલ છે, તેની નવી તારીખ નિર્ધારીત કરવામાં જે તે મહિના મુજબ અગ્રતા આપવામાં આવશે. એટલે કે પ્રથમ માર્ચ તથા એપ્રિલ અને પછી મે અને જૂન મહિનાની પરીક્ષાઓ આયોજિત કરવામાં આવશે. તેમ આયોગના સંયુકત સચિવની યાદી જણાવે છે.

(4:14 pm IST)