ગુજરાત
News of Friday, 29th May 2020

અમદાવાદમાં લોકડાઉન-૪માં કેસ અને મૃત્યુઆંક વધ્યો

દસ દિવસમાં શહેરમાં કેસમાં ર૬૬૧ અને મોતમાં રરપનો વધારો નોંધાયો

અમદાવાદ તા. ર૯ :.. દેશમાં કોરોના કેપિટલ તરીકે અમદાવાદની ઓળખ થઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાનાં સૌથી વધુ અસરગ્રસ્ત ૧૩ શહેરમાં અમદાવાદનો પણ સમાવેશ કર્યો છે. અમદાવાદમાં કોરોના કેસની રફતાર ઘટી નથી. લોકડાઉન-૪ હેઠળ શહેરમાં છૂટછાટ અપાતા કેસ અને મૃત્યુ વધ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદમાં કોરોનાનો ચેપ વધુ હોઇ લોકડાઉન-૪ હેઠળ છૂટછાટમાં પણ પશ્ચિમ અમદાવાદ અને પૂર્વ અમદાવાદ એમ બે ભાગ પડાયા હતાં. પશ્ચિમ અમદાવાદમાં દુકાન, પાનના ગલ્લા, સલૂન, ઓફીસ વગેરેને ખુલ્લી મુકાઇ હતી.

જયારે પૂર્વ અમદાવાદમાં પ્રતિબંધ યથાવત જાળવી રખાયો હતો. પશ્ચિમ અમદાવાદમાં માત્ર ગુલબાઇ ટેકરા વસાહત જ કન્ટેન્મેન્ટ ઝોનમાં હોઇ ત્યાં પ્રતિબંધ ચાલુ રખાયો હતો. રાજય સરકાર દ્વારા ગત તા. ૧૮ મેઅ છૂટછાટ જાહેર કરાતા તે બીજા દિવસથી અમલમાં આવી હતી.

લોકડાઉન-૪ ને હળવું કરાતાં પહેલાં એટલે કે અમદાવાદમાં કોરોનાના કુલ ૮૬૮૩ કેસ નોંધાયા હતા, જયારે મૃત્યુઆંક પપપ હતો, જયારે ગઇકાલ એટલે કે તા. ર૮ મેની સ્થિતિએ કોરોના કેસનો આંકડો ૧૧,૩૪૪  પર જઇ પહોંચ્યો છે, જયારે મૃત્યુઆંક ૭૮૦ થયો છે.

આમ લોકડાઉન-૪ માં હળવી કરાયેલી છૂટછાટો દરમિયાન શહેરમાં કોરોનાના કેસમાં ર૬૬૧ અને મૃત્યુમાં રરપ નો વધારો નોંધાયો છે. લોકડાઉન-૪ હેઠળના દસ દિવસની આ સ્થિતી છે. જો કે હજુ લોકડાઉન ૪ ની છેલ્લી તારીખ ૩૧ મેની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કુલ ૧પ,પ૭ર કેસ થયા હોઇ કેસની દૃષ્ટિએ એકલા અમદાવાદમાં રાષ્ટ્રના ૭૩ ટકા દર્દી નોંધાયા છે, જયારે રાજયના ૯૬૦ ના મૃત્યુ આંકને જોતાં અમદાવાદમાં રાજયના ૮૧ ટકા દર્દીનાં મોત થઇ ચૂકયાં છે.

(4:14 pm IST)