ગુજરાત
News of Friday, 29th May 2020

અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના કુલ ૧૮૪ કેસ નોંધાયા

કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ સતત વધતું જાય છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૮૪ કેસ નોંધાયા છે. ધોળકા તાલુકામાં સૌથી વધુ ૭૧, દસક્રોઇ તાલુકામાં ૭૦ કેસ નોંધાયા છે. જિલ્લાના કુલ નવ તાલુકા પૈકી માત્ર દેત્રોજ-ધોલેરા, કોરોના મુકત તાલુકા છે.

અમદાવાદ જિલ્લાના ધોલેરા,  દસક્રોઇ બાદ, સાણંદમાં રર, બાવળામાં ૧૦, ધંધુકામાં પાંચ, વિરમગામમાં ચાર અને માંડલમાં બે કેસ નોંધાયા છે. જિલ્લામાં દરરોજ કોરોનાના કેસ પણ રહ્યા હોઇ શુક્રવારે વધુ છ કેસ નોંધાયા હતા, જે પૈકી દસક્રોઇમાં ત્રણ, સાણંદમાં બે અને ધોળામાં એક કેસનો સમાવેશ થાય છે. બોપલાં સોમેશ્વર રેસિડેન્સીના રહેવાસી એવા ૩૬ વર્ષીય પુરૂષ કોરોના ગ્રસ્ત થયા છે. સાણંદમાં મોરૈયા ગામની ર૮ વર્ષીય સ્ત્રી, મહેશ્વરી સોસાયટીના ૪ર વર્ષના પુરૂષને કોરોના થયો  છે. ઉપરાંત બારેજામાં પ્રીત બંગલાના ૩૩ વર્ષના પુરૂષ અને ધોળકાની જીએબી કોલોનીમાં ૬પ વર્ષની સ્ત્રી પણ કોરોનાગ્રસ્ત થઇ છે. જયારે ગ્રામ્ય જિલ્લામાં કોરોનાએ અત્યાર સુધીમાં નવ દર્દીનો ભોગ લીધો છે.

(4:13 pm IST)