ગુજરાત
News of Friday, 29th May 2020

ન બેંડવાજા ન ફટાકડા

એનઆરઆઇએ સાદગીથી કર્યા લગ્ન

વડોદરા તા.ર૯ : કોરોનાના કહેરના કારણે લોકોની જીવન શૈલી બદલાઇ ગઇ છે. લગ્નોમાં ધામધુમ, ફટાકડા, બેંડવાજા બધુ ભૂલાઇ ગયું છે. અને લોકો સાદાઇથી લગ્ન કરી રહ્યા છે. બેંડવાજા, ફટાકડા વગર ફકત ર૦ જાનૈયાઓની હાજરીમાં લગ્ન કરાય છે. આવા જ એક લગ્ન વડોદરાના તસરાલીમાં થયા જેમાં એક એનઆરઆઇના લગ્ન સાદાઇથી કરાયા.

વડોદરાના તરસાલીમાં રહેતા હાર્દિક હરીશભાઇ બોચરા કેનેડામાં કોમ્પ્યુટર એન્જીનીયર છે ર૧ માર્ચે તે લગ્ન કરવા માટે વડોદરા આવ્યા હતા પણ લોકડાઉનને લીધે લગ્ન પાછળ ઠેલાતા ગયા અંતે ગઇકાલે તે વડોદરાના આનંદ પુરામાં રહેતી અંકિતા ચૌધરી સાથે વેદમંદિરમાં સાદાઇ પુર્વક લગ્ન બંધનથી જોડાઇ ગયા.

સરકારી દિશા નિર્દેશો અનુસાર લગ્નમાં ર૦ લોકોજ હાજર રહ્યા બધાએ માસ્ક પહેર્યા હતા અને સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવામાં આવ્યું હતું બન્ને પરિવારોના સગા સંબંધીઓએ વીડીયો અને વીડીયો કોલ દ્વારા લગ્ન સમારંભ જોયો હતો.

(3:13 pm IST)