ગુજરાત
News of Friday, 29th May 2020

કલોલમાં જાહેરનામાનો ભંગ કરીને દુકાનો ખોલતા ત્રણ વેપારીઓની અટકાયત : ઠંડા -પીણાંની બોટલો જપ્ત

કાલોલ પોલીસે ત્રણ ગુના દાખલ કરી ત્રણ વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરી

કાલોલ પોલીસ દ્વારા કરોના વાયરસ મહામારી અટકાવવા માટે જીલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરતા ત્રણ વેપારીઓને ઝડપી લીધા હતા. જેમાં કાલોલ ઘાંચીવાડમાં રહેતા અરબાઝ સલીમભાઈ ઉદવાણિયા એ જુદી જુદી બ્રાન્ડની ઠંડા પીણાની બોટલો વેચાણ માટે રાખતા ૪૩ બોટલો રૂ ૨૭૪૫ ની કિમતની ઝડપી પાડી હતી તથા કાછીયાની વાડી માં રહેતા સુરેશભાઈ ત્રિભોવનદાસ સુથારે પોતાની ઘડિયાળની દુકાન વેચાણ અને રીપેરીંગ માટે ખોલતા ધરપકડ કરી હતી ઉપરાંત કાલોલના નેસડા ગામમાં મંદિર ફળીયામાં રહેતો રાજેન્દ્રસિંહ લક્ષમણસિંહ સોલંકીએ જાહેરનામા છતાં પોતાની કપડાં સિવવાની દુકાન ખોલતા ધરપકડ કરી હતી આમ કાલોલ પોલીસે ત્રણ ગુના દાખલ કરી ત્રણ વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરી હતી.

(10:20 am IST)