ગુજરાત
News of Friday, 29th May 2020

સુરતમાં મહિલા લોકરક્ષકના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કામગીરી શરૂ કરાઈ

કોમ્યુનિટી હોલમાં કુલ 343 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી શરૂ

 

સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર્સના કોમ્યુનિટી હોલમાં પોલીસ દળમાં પસંદગી પામેલા મહિલા બિનહથિયારધારી લોકરક્ષક અને હથિયારધારી લોકરક્ષકના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી.સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન તળે મહિલા હથિયારધારી અને બિનહથિયારધારી કુલ 343 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે

  . કોમ્યુનિટી હોલમાં શરૂ કરવામાં આવેલી સમગ્ર કામગીરી દરમ્યાન કોરોનાની મહામારીને લઈને સોશિયલ ડિસ્ટન્સનું પુરે પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.સમગ્ર કામગીરી દરમ્યાન પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.તમામ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશન બાદ તેઓને શારીરિક પરીક્ષણ માટે શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આમ, કોરોનાની મહામારી વચ્ચે પણ મહિલા લોકરક્ષક અંગેની કામગીરી શરૂ કરવામાં આવતા મહિલા ઉમેદવારોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

(12:27 am IST)