ગુજરાત
News of Wednesday, 29th May 2019

દાહોદ જિલ્લા પોલીસનો સપાટો ૬ પીસ્તોલ અને 20 કારતુસ સાથે મધ્યપ્રદેશના બે શખ્શો ઝડપાયા

દાહોદ તાલુકાના આગાવાડા – ગુલબાર ચોકડી રોડ પરથી બંનેને દબોચી લીધા

દાહોદ : ગુજરાત નજીક મધ્યપ્રદેશથી હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે મધ્યપ્રદેશ તરફથી હથિયારોની હેરાફેરી થતી હોવાની શક્યતાઓને ધ્યાને લઈ દાહોદ જિલ્લા પોલિસ દ્વારા દાહોદ જિલ્લાના ગામડાના રસ્તાઓ જે મધ્યપ્રદેશને અડીને આવેલ છે. ત્યાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતા એક બાઇક પર સવાર બે શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડયા હતા.

પોલીસે ઝડપાયેલા બે ઇસમોઓ પાસેથી દેશી બનાવટની પીસ્ટલ નંગ.૬, જીવતા કારતુસ નંગ.૨૦ અને એક બાઇક મળી કુલ રૂ.૯૨,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આ બંન્ને ઈસમો વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ તાલુકાના આગાવાડા – ગુલબાર ચોકડી રોડ ઉપર અંગત બાતમીના આધારે એક નંબર વગરની બાઇક સાથે બે સરદારજી ઈસમો પ્રહલાદસિંહ ગુલઝારસિંહ ચીખલીગર ભાટીયા (રહે. સીંધાના કુક્ષી રોડ, ગાયત્રી મંદિર પાસે,તા.મનાવર, જી.ધાર,મધ્યપ્રદેશ) અને કાલુસિંગ તારાસિંગ ચીખલીગર બાવરી (રહે.સીંધાના કુક્ષી રોડ,ગાયત્રી મંદિર પાસે,તા.મનાવર, જિ.ધાર, મધ્યપ્રદેશ) એમ બંન્ને જાણ પોલિસને શંકાસ્પદ લાગતા પોલિસે બંન્ને બાઇક સાથે રોક્યા હતા.

(7:37 pm IST)