ગુજરાત
News of Wednesday, 29th May 2019

નર્મદા ડેમના ગોડબોલે ગેટથી 1500 ક્યુસેક પાણી છોડાશે

ભરૂચ ,નર્મદા,વડોદરા નર્મદા કાંઠા વિસ્તારની નર્મદાના પાણીની સમસ્યા ઉકેલાશે.

રાજ્યમાં હાલ પીવાના અને ખેતીના પાણીની ભારે સમસ્યા ચાલી રહી છે ત્યારે હવે રાજ્યની જીવાદોરી ગણાતા નર્મદાના પાણી પર લાખો લોકોનો મદાર છે.

  મળતી માહિતી પ્રમાણે સરદાર સરોવર નર્મદા ડેમ નું પાણી છોડવામાં આવશે જેથી પાણીનું સંકટ નિવારી શકાય.રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે નર્મદા નદીમાંથી 1500 ક્યૂસેક પાણી છોડવામાં આવશે.નર્મદા ડેમના ગોડબોલે ગેટમાંથી આજથી 1500 ક્યુસેક પાણી છોડાશે અને ત્યાર બાદ ભરતી સમયે પાણી છોડાશે. આ પાણી છોડવાથી ભરૂચ ,નર્મદા,વડોદરા નર્મદા કાંઠા વિસ્તારની નર્મદાના પાણીની સમસ્યા ઉકેલાશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીના પાણી ઓછું હોવાના કારણે ભરૂચ ની અંદર ખારાશનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું હતું.હાલ કરજણ ડેમ માંથી 600 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત કરી હતી અને નર્મદા ડેમમાંથી પાણી છોડવાની રજુઆત કરી હતી

(2:36 pm IST)