ગુજરાત
News of Tuesday, 29th May 2018

ખોટા દસ્તાવેજો બનાવી જમીન ખરીદનાર નડિયાદના કાઉન્સિલર વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ:માં ખોટા દસ્તાવેજો ઉભા કરી ફ્રોડ ખેડૂત બનવાની ઘટના ઉજાગર થઈ છે. નગરપાલિકાનાં જ કાઉન્સીલર અને તેમના પરિવાર દ્વારા આવા ફ્રોડ જમીન દસ્તાવેજો થયા હોવાનાં આક્ષેપો થયા છે. જેને લઈ શહેરનાં નાગરિકોએ સ્થાનિક ધારાસભ્યને આવેદનપત્ર આપી જવાબદારો સામે પગલાં લેવાની માંગણી કરી છે.
નડિયાદમાં વોર્ડ નંબર ૧૦નાં નગરસેવક પ્રિતિબેન મિસ્ત્રી અને તેમનાં પરિવારનાં સભ્યોનાં નામ મોટા જમીન કૌભાંડમાં સામે આવ્યાં છે. પ્રિતિબેન, તેમનાં પતિ પ્રવિણભાઈ મિસ્ત્રી અને સાસુ ચંપાબેન મિસ્ત્રી સહિતનાં પરિવારજનો સામે જમીન ખરીદીની બાબતે નડિયાદના જ મહેન્દ્રભાઈ વાઘેલાએ નડિયાદ મામલતદારમાં અરજી કરી હતી. જેમાં કાઉન્સીલર દ્વારા શહેરનાં અનેક વિસ્તારોમાં ખેડૂત તરીકેનાં ખોટા દસ્તાવેજો થકી જમીનો ખરીદી હોવાનાં આક્ષેપો થયા હતા. જેની ગાંધીનગરનાં મહેસુલ તપાસણી કમિશ્નર દ્વારા તપાસ હાથ ધરતા તમામ બિનખેડૂત હોવાનું પ્રાથમિક તપાસમાં પુરવાર થયું છે. જેને લઈ ખેડા નાયબ કલેક્ટર દ્વારા જમીનોને કોઈ પણ પ્રકારે તબદીલ ન કરી શકાય તેવો હુકમ કરાયો છે.

(5:55 pm IST)