ગુજરાત
News of Thursday, 29th April 2021

રાજ્યના ધારાસભ્યો કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં રૂપિયા ૨૫ લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલ - દવાખાનાને મેડિકલ સાધનોની સહાય માટે આપી શકશે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં લેવાયેલા નિર્ણય

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ રાજ્યના ધારાસભ્યો તેઓને મળતી પ્રવર્તમાન ગ્રાન્ટ ઉપરાંત ૨૫ લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલ દવાખાનાને મેડિકલ સાધનોની સહાય માટે આપી શકશે.

નોવલ કોરોનાવાયરસ સામેની રાજ્ય સરકારની લડતને વધુ મજબૂત કરવાના ઉમદા આશયથી ધારાસભ્યો ૨૫ લાખ સુધીની રકમ સિવિલ હોસ્પિટલ, સરકારી દવાખાના, કોર્પોરેશન અને નગરપાલિકાની હોસ્પિટલ - દવાખાના માટે અદ્યતન મેડિકલ ઉપકરણ - સાધનો વસાવવા માટે આપી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

(8:09 pm IST)