ગુજરાત
News of Thursday, 29th April 2021

પોલીસની માનવતા દાખવતી પહેલ પર લોકો આફરીન :કોરોના અટકાવવા પોલીસ જવાનો આવ્યા વ્હારે :કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક જ નહી, પરંતુ ફેઇસ શિલ્ડ પહેરાવવાનું અભિયાનથી પોલીસ જવાનોની પ્રશંસા

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડમાં કોરોનાની ચેઇન બ્રેક કરવા  વલસાડ જિલ્લા પોલીસ માનવતા સાથે મેદાનમાં આવી છે તેનુ ઉતમ ઉદાહરણ કહી જ શકાય. જે અંતર્ગત પારડી પોલીસે માસ્ક જ નહી, પરંતુ ફેઇસ શિલ્ડ પહેરાવાનું શરૂ કર્યું છે. જેની સમગ્ર ટાઉનમાં વાહવાહી થઇ રહી છે. વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ કંઇને કંઇ નવું કરવાની નેમ ધરાવતા પારડી પીએસઆઇ બી. એન. ગોહિલે કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક જ નહી, પરંતુ ફેઇસ શિલ્ડ પહેરાવવાનું શરૂ કર્યું છે. કાપડના માસ્કને લઇ કોરોનાનો વાઇરસ ફેલાઇ શકે છે, પરંતુ ફેઇસ શિલ્ડ થી કોરોના ફેલાવાની શક્યતા 99 ટકા ઘટી જાય છે. જેના માટે પારડી પીએસઆઇ બી. એન. ગોહિલે ફેઇસ શિલ્ડ વહેંચવાનું પણ શરૂ કર્યું છે. ફેઇસ શિલ્ડનો આ અનોખો પ્રયાસ સમગ્ર ભારતમાં પ્રથમવાર થઇ રહ્યો હોવાનું જોવા મળ્યું છે. તેવી જ રીતે હવે ધરમપુર, ડુંગરી પોલીસ ના જવાનો લોકો ની વ્હારે આવ્યા છે અને કેમ કોરોના બ્રેક કરવો તેની સમજણ પણ આપી રહ્યા છે
વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલા સાથે અકિલા ની વાતચીતમાં જણાવ્યું કે ફેઇસ શિલ્ડ પહેરાવવાનું અભિયાન ચાલુ રહેશો અને લોકો પણ સ્વેચ્છા ફેઇસ શિલ્ડ પહેરે તો લોક ઉપયોગી પહેલ થશો અને કોરોના સંક્રમણ અટકશે જ્યારે ધરમપુર પોલીસ સ્ટેશન પીએસઆઇ એ.કે.દેસાઈ,ડુંગરી પીએસઆઈ જે.એસ.રાજપૂત ખુદ મેદાન માં આવતા લોકો પણ પોલીસ ને સહકાર આપવા તૈયાર થયા હતા જ્યારે પોલીસ ની છબી માત્ર દંડ નહી ડંડા નહી પણ વલસાડ ના નાગરિકો કેમ સુરક્ષિત રહે તેમ વિચાર કર્યો હતો ફેઇસ શિલ્ડ આપી પોલીસે માનવતા નું ઉતમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

(7:13 pm IST)