ગુજરાત
News of Thursday, 29th April 2021

વલસાડ જિલ્લામાં તા.૨જી અને ૩જી મેએ કમોસમી વરસાદની આગાહી

વલસાડ: વલસાડ જિલ્લામાં આગામી તા.૦૨/૦૫/૨૦૨૧ અને તા. ૦૩/૦૫/૨૦૨૧ના રોજ કમોસમી વરસાદની આગાહી છે. જે ધ્‍યાને લઇ અગમચેતીના પગલાંરૂપે જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડના સંચાલકોને જરૂરી કાર્યવાહી કરવા તેમજ કોઇ બનાવ બને તો તેની જાણ જિલ્લા વહીવટીતંત્રને કરવા નિવાસી અધિક કલેક્‍ટર વલસાડ દ્વારા જણાવાયું છે.

(7:00 pm IST)