ગુજરાત
News of Thursday, 29th April 2021

રાજ્યના 18થી વધુ વયના યુવાઓ સહીત સૌને રસીકરણ કરાવી લેવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અપીલ

કોવીશીલ્ડ વેક્સિનના 2 કરોડ ડોઝ અને કોવેકસિનના 50 લાખ ડોઝ રાજ્ય સરકાર મેળવશે.

અમદાવાદ : મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના 18 થી વધુની વયના યુવાઓ સહિત સૌ કોઈને આગામી 1લી મે પછી તબક્કા વાર શરૂ થનારા કોરોના રસીકરણ અભિયાનમાં  અવશ્ય રસીકરણ કરાવી લેવા પ્રજાજોગ અપીલ કરી છે.

તેમણે કહ્યું કે જે રીતે ગુજરાત રસીકરણના અગાઉના તબક્કાઓમાં  દેશમાં અગ્રેસર રહ્યું છે તેજ  રીતે આ રસીકરણ અભિયાનમાં પણ ઉત્સાહપૂર્વક જોડાઈને દેશના ટોપ સ્ટેટ્સ માં સ્થાન મેળવવાનો આપણો સંકલ્પ છે
 વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાંઆરોગ્યકર્મચારીઓ,ફ્રંટલા

ઈન વર્કર તેમજ 45 થી વધુની વય ના નાગરિકો મળીને  1 કરોડ 20 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે. આમાં 95.64 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ પણ અપાઈ ગયો છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે દેશભરમાં હવે 18 થી વધુની વય ના લોકો માટે 1લી મે પછી કોરોના રસીકરણનો જે તબક્કો શરુ થવાનો છે તેમાં જે લોકો સરકારી રસીકરણ કેન્દ્ર પર રસી લેવા આવે તેમને વિના મૂલ્યે રસી અપાશે.
તેમણે કહ્યું કે 28 એપ્રિલથી આ રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની જે પ્રક્રિયા શરુ થઇ તેમાં પણ રાજ્યના 18 થી વધુ વય ના લોકોએ  ખૂબ જ ઉત્સાહ સાથે મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન શરુ કરાવ્યું છે
રાજ્ય સરકારે અગાઉ આ રસીકરણ માટે જે દોઢ કરોડ રસીના ડોઝ નો ઓર્ડર આપેલો તેમાં હવે વધુ 1 કરોડ નો વધારો કર્યા છે.
આ હેતુસર પૂનાની સિરમ  ઇન્સ્ટિટ્યૂટની કોવિષિલ્ડ વેક્સિનના 2 કરોડ ડોઝ અને હૈદરાબાદ ની ભારત બયોટેક ની કોવેકસિનના 50 લાખ ડોઝ રાજ્ય સરકાર મેળવશે.
મુખ્યમંત્રીવિજય ભાઈએ સ્પષ્ટ પણે કહ્યું કે  ગુજરાતમાં રસીકરણનો આ કાર્યક્રમ પ્લાનિંગ ઈન ડીટેઇલ પ્લાનિંગ ઈન એડવાન્સ એમ સુઆયોજિત ઢબે કેન્દ્ર સરકારના દિશા નિર્દેશનમાં આગળ વધારવામાં આવશે.
તેમણે રાજ્યના 18 થી વધુની વય ના સૌ યુવા સાથીઓને અપીલ કરી કે તેઓ ઝડપ થી ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાવે અને આગામી 15 દિવસોમાં જ્યારે વેક્સિન ઉપલબ્ધ થાય અને  પોતાનો વારો આવે ત્યારે અવશ્ય વેક્સિન લઇ કોરોના સામે સુરક્ષિત બને

 

(6:38 pm IST)