ગુજરાત
News of Thursday, 29th April 2021

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે નજીક સીમમાં ઉભેલ એસટી બસની પાછળ કાર ભટકાતા બે ડોક્ટરોના ઘટનાસ્થળેજ મોત

અમદાવાદ:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા ફતેપુરા ગામની સીમમાં ઉભેલી એસટી બસની પાછળ ક્રેટા કાર ભટકાતા તેમાં સવાર બે ડોક્ટરના મોત થયા હતા જ્યારે બેને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અંગે ચકલાસી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

અકસ્માતની મળતી વિગતો અનુસાર સાબરકાંઠા જિલ્લાના વડાલી ગામે રહેતા અને અંબાજી ડેપોમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા સાજીદખાન શાબાશખાન પઠાણ આજે સવારના સુમારે અંબાજીથી બસ લઈને સુરત જવા નીકળ્યા હતા. બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે એસટી બસ એક્સપ્રેસ હાઈવે પર આવેલા ફતેપુરા ગામની સીમમાંથી પસાર થતી હતી ત્યારે આંચકો આવતા ડ્રાયવરે બસ ધીમી કરી હતી સાથે બસનું ડ્રાયવર સાઈડનું આગળનું વ્હીલ નીકળી ગયું હતુ અને બસ ત્યાં ઉભી થઈ જવા પામી હતી. ડ્રાયવરે નીચે ઉતરીને જોતાં એક્સલ તૂટી જવા પામી હતી. જેથી બસ ત્યાંથી આઘીપાછી થઈ શકી નહોતી. જેથી બસને રોડ ઉપર રહેવા દઈને તેની પાછળના ભાગે ડાળખા મૂકી દેવામાં આવ્યા હતા.

(4:47 pm IST)