ગુજરાત
News of Thursday, 29th April 2021

વિજયનગર તાલુકામાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ ઝુંબેશમાં એક અઠવાડિયામાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 50 હજારનો દંડ વસુલવામાં આવ્યો

વિજયનગર:તાલુકામાં પણ કોરોના મહામારીએ કેર વર્તાવતા વધતા જતા પોઝીટીવ કેસોને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું અમલમાં હોવાથી અને લોકોમાં સંક્રમણ થતું અટકે માટેના પ્રયાસોના ભાગરૂપે ચિઠોડા પોલીસે હાથ ધરેલી ઝુંબેશમાં એક સપ્તાહમાં રૂ. ૫૦ હજારનો દંડ વસુલ્યો હતો. જ્યારે જાહેરનામા ભંગ બદલ ૧૩ રીક્ષા, બાઈક જેવા વાહન ચાલકો સામે ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

ચિઠોડા પો.મથકના પો...એમ.એચ. પરાડીયાએ પોતાના પોલીસ સ્ટાફ સાથે છેલ્લા એક અઠવાડિયામાં માસ્ક નહિ પહેરનાર અને સંક્રમણ વધે જાણતા હોવા છતાં બેકાળજી દાખવનારા ચિઠોડાના ૫૦ લોકો પાસેથી માસ્ક નહિ પહેરવાનો એક હજાર લેખે રૂ. ૫૦ હજાર દંડ વસુલ્યો હતો. જેમાં જુદા જુદા વેપારીઓ, શાકભાજી વિક્રેતાઓ અને નાગરિકોનો સમાવેશ થાય છે.

જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અનુસંધાને તેના અમલીકરણ દરમિયાન ચિઠોડા ને જુદા જુદા રસ્તાઓ ઉપર રીક્ષા તેમજ બાઈકો લઈ માસ્ક નહિ પહેરીને સંક્રમણ વધે રીતે અડોઅડ નિયત પેસેન્જરો કરતા વધુ સંખ્યામાં વાહનોમાં હેરાફેરી કરનાર ૧૩ જેટલા રિક્ષા અને બાઈકના ચાલકો સામે જાહેરનામા ભંગના ગુનાઓ એક અઠવાડિયામાં નોંધવામાં આવ્યા છે.

(4:45 pm IST)