ગુજરાત
News of Thursday, 29th April 2021

સુરતના અમરોલી વિસ્તારમાં એન્જીનીયર યુવતીને જોબની લાલચ આપી ભેજાબાજે 32 હજારની મતા ખાતામાંથી ઉપાડી લેતા ગુનો દાખલ

સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી એન્જિનીયર યુવતીને એચડીએફસી બેંકનું ડેટા એન્ટ્રીનું પાર્ટ અને ફુલ ટાઇમ કામ આપવાની લાલચ આપી રજીસ્ટ્રેશન પેટે રૂ. 29નો ચાર્જ માટે લીંક મોકલાવી બેંક ખાતામાંથી રૂ. 32,200 ની મત્તા ઉપાડી લેનાર ભેજાબાજ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ઉધના દરવાજા સ્થિત યુનિક હોસ્પિટલની બાજુમાં કુલોન ઇન્ડિયા પ્રા. લિમિટેડમાં એન્જિનીયર તરીકે નોકરી કરતી નમ્રતા ગણપત બાપોદરીયા (ઉ.વ. 26 રહે. આસ્થા બંગ્લોઝ, સૃષ્ટિ રો હાઉસ પાસે, અમરોલી અને મૂળ. બાજરડા, તા. ધંધુકા, જિ. અમદાવાદ) પર 16 માર્ચના રોજ મોબાઇલ પર એક પછી એક ત્રણ વખત ટેક્સ મેસેજ આવ્યો હતો. જેમાં વર્ક પાર્ટ/ફુલ ટાઇમ એસ ડેટા એન્ટ્રી/બેક ઓફિસ ફોર વર્ક ફ્રોમ હોમ ઇન પેન ઇન્ડિયા. અર્ન અપટુ 32000 કોલ બેક ઇફ ઇન્ટરેસ્ટેડ 7858010066 ટીમલેસ. જેથી નમ્રતાએ મેસેજમાં જણાવેલા નંબર પર કોલ કર્યો હતો. કોલ રિસીવ કરનારે એચડીએફસી બેંક બરોડાથી રાહુલ ખુરાના બોલું છું એમ કહી બેંકના ડેટા ઘર બેઠા ટાઇપ કરવાનું કામ આપવાની લાલચ આપી રજીસ્ટ્રેશન ફી પેટે રૂ. 29 ભરવા માટે ધફ્રેશવર્લ્ડ. ઓઆરજી.ઇન નામની લીંક મોકલાવી હતી.

(4:39 pm IST)