ગુજરાત
News of Thursday, 29th April 2021

વડોદરાના વરણામા 62 વર્ષીય યુધ્ધે ટ્રેન નીચે પડતું મૂકી જીવનલીલા સંકેલી લીધી

વડોદરા: શહેરના વરણામા ગામમાં રહેતા ૬૨ વર્ષના વૃદ્ધે ગઇકાલે સાંજે સાડા સાત વાગ્યે અમદાવાદ કોવિડ સ્પેશિયલ ટ્રેનની નીચે પડતુ મુકીને આપઘાત  કરી લીધો  હતો.રેલવે પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વરણામા રેલવે સ્ટેશન માસ્તરે ગઇકાલે રેલવે પોલીસને જાણ કરી હતી કે,એક વ્યક્તિએ અમદાવાદ કોવિડ સ્પેશિયલ ટ્રેનની નીચે પડતુ મુકી દીધુ છે.રેલવે  પોલીસના હેડકોન્સ્ટેબલ જયશ્રીબેને સ્થળ પર જઇને તપાસ કરતા એક વૃદ્ધની લાશ હતી.તેના ખિસ્સામાંથી મળેલા સિનિયર સિટિઝનના કાર્ડના આધારે તેમની ઓળખ થઇ હતી.આપઘાત કરનારનું નામ સુરેશ અંબાલાલ અમીન (ઉ.વ.૬૨ ) અને વરણામા ગામમાં રહેતા હોવાની વિગતો મળી હતી.પોલીસે તેના પરિવારને જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા  હતા.મરનારે લગ્ન કર્યા નહતા.અને અગાઉ તેઓ મુંબઇમાં રિક્ષા ચલાવતા હતા.પરંતુ,છેલ્લા કેટલાક સમયથી તેઓ વરણામા ગામમાં  રહેતા ભત્રીજાની સાથે રહેવા આવ્યા હતા.તેમના આપઘાતનું કારણ હજી જાણી શકાયુ નથી.

(4:39 pm IST)