ગુજરાત
News of Thursday, 29th April 2021

દોઢ કરોડ કોરોના વેક્સીનનો ઓર્ડર ગુજરાત સરકારે આપી દીધો છે : વેક્સીનનો જથ્થો મળે એટલે તુરંત જ ૧૮ વર્ષથી ઉપરના ભાઈ - બહેનોને વેક્સીન આપવાનું શરૂ કરાશે : દરમિયાન ૧૮ વર્ષ ઉપરના સૌ કોઈ રજીસ્ટ્રેશન કરાવી લ્યે : તેમને મેસેજ મોકલાશે ત્યારે વેક્સીન લેવા આવી જવુ : વિજયભાઈ રૂપાણી

ગાંધીનગર : ગુજરાત સરકારે કોવિશિલ્ડ વેકસીન બનાવતી સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને કો-વેકસીનના  ઉત્પાદકોને દોઢ કરોડ વેકસીન ડોઝના  ઓર્ડર આપી દીધા છે. જે ઉપલબ્ધ બનશે ઍટલે તુરત જ ૧૮ વર્ષથી ઉપરના તમામ ભાઈ બહેનોને વેક્સીન આપવાનું શરૂ કરવામાં આવશે ત્યાં સુધીમાં સહુ કોઈ ૧૮ વર્ષ ઉપરના લોકો પોતાના નામ રજિસ્ટર કરાવી લે તે હિતાવહ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે ‘અકિલા’ને જણાવ્યું હતું કે રજિસ્ટ્રેશન કરાવનારા લોકોને મેસેજથી જાણ કરાશે કે ત્યારે તેમણે વેકસીન મુકાવવી. જોકે અત્યારે ૪૫ વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાનો કાર્યક્રમ યથાવત ચાલુ જ રહેશે.. આમ રાજ્યમા ૧૮ વર્ષથી ઉપરના લોકોને હાલ તૂર્ત ૧  મે થી વેક્સિન નહી અપાય. ટૂંક સમયમાં  પૂરતો વેકસીનનો જથ્થો ઉપલબ્ધ થાય એટલે રસીકરણ શરૂ કરી દેવાશે. મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે પણ નિર્દેશ આપ્યા હતા કે વેકસીનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ બન્યા પછી ૧૮ વર્ષથી ઉપરના ભાઈ-બહેનોને વેકસીન આપવાનું ઝડપભેર શરૂ કરાશે. પૂરતો જથ્થો આવ્યાથી રજીસ્ટ્રેશન થયેલા લોકોને અપોઈટમેંટ અપાશે. જો કે હાલ ૪૫ વર્ષથી ઉપરના લોકોનુ વેક્સિનેશન ચાલુ રહેશે.(૩૭.૧૫)

(12:07 pm IST)