ગુજરાત
News of Thursday, 29th April 2021

વડોદરામાંથી રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીયાઓ ઝડપાયા: એક-એક ઈન્જેક્શનના ૨૦-૨૦ હજાર રૂપિયા ખંખેરતા હતા

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ૯૦ રેમડેસિવિર ઇન્જેક્શનનો જંગી જથ્થો ઝડપી લીધો છે. ૪.૮૪ લાખ રૂપિયાના ઇન્જેક્શનો સાથે પાંચ કાળાબજારિયાઓની ધરપકડ કરી આરોપીઓ પાસેથી બે લાખની રોકડ પણ કબજે લેવામાં આવી છે. આ ગેંગ એક-એક રેમડેસિવિર ઇન્જેક્શનના ૨૦,૦૦૦ રૂપિયા સુધીની રકમો લોકો પાસેથી તેમની ગરજનો લાભ લઈ પડાવતી હતી.

(9:24 am IST)