ગુજરાત
News of Thursday, 29th April 2021

રાજપીપળાની દર્શન બેકરીમાં વધુ માણસો ભેગા કરનાર માલીક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા માં કોરોના સંક્રમણ વધતા લાગુ કરાયેલા જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાયદેસર કાર્યવહી કરતી હોય દર્શન બેકરીમાં વધુ માણસો ભેગા કરનાર માલીક વિરુદ્ધ ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત વિગતો મુજબ દર્શન બેકરીના માલીક નીતીનભાઇ કિરણભાઇ પાદરીયા, રાજપીપલા એ દર્શન બેકરીમાં સાતેક માણસો ભેગા કરેલ હોય જે અંગે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી તેમના વિરુદ્ધ રાજપીપળા પોલીસે જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો હતો.

(11:22 pm IST)