ગુજરાત
News of Thursday, 29th April 2021

અમદાવાદમાં ધન્વતરી કોવીડ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીના એડમિશન માટે જરૂરી સૂચના

જરૂરી રિપોર્ટ આપીને ટોકન લેવું ફરજીયાત : મેસેજ મળે પછી દર્દીઓને લાવવાના રહેશે

અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર DRDOના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ધન્વતરી કોવીડ હોસ્પિટલ ખાતે 900 બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે.

નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર હવે ૧૦૮ એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને પ્રવેશ અપાશે. સૌ પ્રથમ દર્દીના સગા એ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે. આ માટેના ફોર્મ સવારે ૮ થી ૯ માં હોસ્પિટલની બહાર લેવાના રહેશે. ટોકન લીધા પછી એડમિશન માટે દર્દી ને હોસ્પિટલ માંથી ફોન પર મેસેજ મળે ત્યારે હોસ્પિટલ માં લઇ ને આવાનું રહેશે (એડમિશન માટે ફરજીયાત ટોકન લઈને આવવાનું રહેશે).
ગંભીર દર્દીઓ ને કે જેનમું કોરોના ના અસર ની કારણે ઓક્સિજન લેવલ 92% થી ઓછું થઇ ગયું છે તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે.
હોસ્પિટલમાં જેટલા બેડ પ્રવેશ પાત્ર હોય એટલા જ ટોકન ફાળવવામાં આવશે.
ધન્વતરી કોવીડ હોસ્પિટલ પાસે હોસ્પિટલમાં ઉપ્લ્ભધ ગંભીર દર્દીઓની સારવાર માટેની ખાલી બેડ ની સંખ્યા પણ ડિસપ્લે કરવામાં આવશે.

(10:29 pm IST)