ગુજરાત
News of Sunday, 29th March 2020

લોકડાઉનના ચુસ્ત અમલવારી માટે ગુજરાત પોલીસને આદેશ

70 હજાર SRP અને પોલીસ જવાનો ઉપરાંત 36 હજાર હોમગાર્ડ ઓન ડ્યુટી : હજુ વધુ મોકલાશે : 5898 લોકોની અટક : 6031 વાહનો જપ્ત

અમદાવાદ : કોરોના વાયરસના કહેરને પગલે દેશભરમાં લોકડાઉન કર્યો છે ત્યારે ગુજરાતમાં પણ લોકડાઉનના ચુસ્ત અમલવારી માટે આદેશ કરાયા છે હાલમાં રાજ્યમાં 70 હજાર જેટલા SRP & પોલીસ જવાનો અને 36 હજાર હોમગાર્ડ ફરજ પર કાર્યરત છે અને જરૂર જણાયે  હજુ મોકલશે

 રાજ્યમાં અત્યારસુધીમાં જાહેરનામા ભંગ બદલ 2371 સામે કાર્યવાહી કરી છે જયારે ક્વોરોન્ટાઇન ભંગ બદલ 1380 સામે કાર્યવાહી કરાઈ છે

 રાજ્યમાં આજુ સુધી કુલ નોંધાયેલ ગુના-3751, જયારે લોકોની અટક કરાઈ-5898 લોકોની અટકાયત કરાઈ છે જયારે 6031 વાહનો જપ્ત કરાયા છે અને 36 કેસ સોશ્યલ મીડિયાના દુરુપયોગ માટે નોંધાયા છે

(5:43 pm IST)