ગુજરાત
News of Saturday, 28th March 2020

વાહ ભૈ વાહ :વાહનચાલકોને માસ્ક વગર પેટ્રોલ નહીં અપાઈ : સુરત પેટ્રોલ પંપ ઓનર્સ એસો,દ્વારા નિર્ણય

પેટ્રોલ પંપ પર 24 કલાક સુધી પેટ્રોલ તથા ડિઝલનુ વેચાણ ચાલુ રહેશે.

સુરત : શહેરના પેટ્રોલ પંપ પર માસ્ક વગર પેટ્રોલ-ડિઝલ ભરાવવા જતા લોકોને પેટ્રોલ નહિ આપવા સુરત પેટ્રોલ પંપ ઓનર્સ એસોસિએશન દ્વારા લેવાયો છે. સાથે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના પેટ્રોલ પંપ પર 24 કલાક સુધી પેટ્રોલ તથા ડિઝલનુ વેચાણ ચાલુ રહેશે.

 

  સુરત શહેરમાં 60થી વધુ પેટ્રોલ પંપ આવેલા છે. આ પંપ દ્વારા શહેરમાં 3.50 લાખ લિટર પેટ્રોલ અને 2 લાખ લિટર ડીઝલનું રોજનું વેચાણ થાય છે. જેમાંથી હાલ અનુક્રમે 15 અને 10 ટકા જેટલું જ બંધના કારણે રોજ વેચાણ થઈ રહ્યું છે. સરેરાશના આ પેટ્રોલ પંપ સાથે હજારો કર્મચારીઓ 3 શિફ્ટમાં 24 કલાક ફરજ બજાવી રહ્યા છે.
. આ અંગે એસોસિએશનના પ્રેસિડેન્ટ બચુ દેસાઈ જણાવે છે કે એમ તો જે લોકો પંપ પર આવે છે. તેઓ માસ્ક કે રૂમાલ બાંધે છે, મહિલાઓ દુપટ્ટો બાંધે છે. પણ તેમ છતાં કેટલાક લોકો આવી સ્થિતિમાં પણ સાવચેતી રાખતા નથી અને માસ્કનો ઉપયોગ કરતાં નથી. જેને લઈને આ નિર્ણય કરાયો છે. આ સાથે આજથી લોકોને અગવડતા ન પડે તે માટે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના પેટ્રોલ પંપો પર 24 કલાક પેટ્રોલ તથા ડિઝનુ વેચાણ ચાલુ રહેશે.

(1:05 am IST)