ગુજરાત
News of Wednesday, 28th March 2018

જમીન કૌભાંડમાં વસંત ગજેરા સામે તપાસ બાદ ચુની ગજેરા વિરુદ્ધ ફરિયાદ

ચૂની ગજેરાની શાંતિ એન્ટરપ્રાઈઝની પેઢી દ્વારા છેતરપિંડી : ખેડૂત તેજસ પટેલ દ્વારા ઉમરા પોલીસમાં અરજી

 

સુરતમાં બિલ્ડર વસંત ગજેરાની જમીન કૌભાંડમાં સંડોવણી હોવાનું ખુલ્યા બાદ હાઈકોર્ટના આદેશને પગલે ઉમરા પોલીસે વસંત ગજેરા પછી ગુનો નોંધી તપાસ હાથ ધર્યા બાદ હવે ચૂની ગજેરા સામે પણ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે  ખેડૂતોએ ઉમરા PSI ભરવાડની તપાસ સામે શંકા વ્યક્ત કરી છે અને  તપાસમાં પોલીસ દ્વારા ભીનું સંકેલવામાં આવ્યા હોવાના આરોપ લગવાયા છે

 

  પોલીસ દ્વારા વસંત ગજેરા તપાસમાં સહકાર આપતો હોવાના આરોપો લગાવાયા છે. વસંત ગજેરાએ પોલીસને નાચ નચાવતા ઘણાં વિવાદિત સ્ટેટમેન્ટ આપ્યા છે. ઉમરા પોલીસ હાઈકોર્ટના આદેશની પણ ઐસીતૈસી કરી હોવાનું અને HCનાં આદેશ છતાં PSI ખોટો રિપોર્ટ રજૂ કર્યાનો ખેડૂતએ આક્ષેપ કર્યો છે. જૂની અરજી 30 ઓક્ટો. 2017ની અરજી દફતરે કર્યાનો આરોપ પણ ઉમરા પોલીસ ઉપર લગાવાયો છે. તો સુરત પોલીસે કોર્ટમાં વસંત ગજેરા પર આરોપ લગાવતા તેણે સાત સાક્ષીઓ ગાયબ કરી દીધાં હોવાનું કહ્યું હતું

  સુરત જમીન કૌભાંડમાં ગજેરા ભાઈઓના કાળા કારનામા એક બાજુ સામે આવી રહ્યાં છે ત્યારે પોલીસ દ્વારા તપાસના નામે નાટક ચાલતું હોવાનું ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. ઉમરા પોલીસ મથકમાં વસંત ગજેરા પછી ચૂની ગજેરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાયી છે. ચૂની ગજેરાની શાંતિ એન્ટરપ્રાઈઝની પેઢી દ્વારા છેતરપિંડી કરાયી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

   રૂંઢનાં રિ-સરવે નં-31ની જમીનમાં ચૂની ગજેરાએ ખેલ કર્યા હોવાનું પણ ફરિયાદમાં નોંધાવાયું છે. ખેડૂત તેજસ પટેલ દ્વારા ઉમરા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. ખેડૂતની અરજી બાદ ગજેરા બંધુઓ ફરીવાર ચર્ચામાં આવી ગયા છે. ફરિયાદીએ શાંતિ એન્ટરપ્રાઈઝ,ચૂની ગજેરા સામે અરજી કરી છે. જેમાં સર્વેયર ધવલ ચૌહાણ, જિલ્લા જમીન નિરીક્ષક તોગડિયાનો ઉલ્લેખ પણ કરાયો છે. ઉપરાંત ધનસુખ પટેલ નામનાં વ્યક્તિ સામે પણ ખેડૂતે કરી અરજી કરી છે. રૂંઢ મગદલ્લા ગામનાં ખેડૂતે પોલીસમાં અરજી કરી છે.

કોભાંડી ગજેરા બંધુઓના કરમકુંડળીના એક પછી એક કારનામા બહાર આવી રહ્યાં છે ત્યારે સરકાર મામલે ન્યાયી અને નિષ્પક્ષ તપાસ કરાવે તેવી માંગ ઉઠી રહી છે. યોગ્ય તપાસ કરતા પોલીસ અધિકારી સામે જરૂરી પગલાં લેવામા આવે તેવી પણ માંગ ખેડૂતોએ કરી છે.

ઉમરા પોલીસે કોર્ટ સામે રોદણાં રડ્યાં ગજેરા ગાંઠતા નથી, માહિતી આપતા નથી

શહેરના વેસુ વિસ્તારમાં આવેલી પારકાની જમીન પોતીકી કરવાના ચક્કરમાં ઉદ્યોગપતિ વસંત હરિભાઈ ગજેરાએ નામ અને દામ બંને ડૂબાડયા છે. જમીન વેચી દેનાર વ્યક્તિ પાસેથી બીજી વખત વેચાણે લેવાયેલી જમીન ઉપર પોતાનો કબજો હોવાના કોર્ટમાં બનાવટી ડોક્યુમેન્ટ પુરાવા રૃપે રજૂ કરવાના કેસમાં વસંત ગજેરાની પોલીસે ધરપકડ કરી હતી. કોર્ટમાંથી મેળવાયેલા દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે આજે વધુ ચાર દિવસના રિમાન્ડની માંગણી દરમિયાન કોર્ટ સામે રોદણાં રડ્યાં હોવાનું અને ગજેરા ગાંઠતા નથી કે માહિતી આપતા નથી તેવી રજૂઆત કરી હોવાનું પણ ખુલ્યું છે.

ઉલ્લેખનિય છે કે ઉમરા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વેસુના નવા રે.. નંબર ૨૮૦ વાળી ૧૮,૫૦૦ ચોરસ મીટર જમીન બાબતે વજુભાઇ માલાણી સાથે વસંત ગજેરાને વિવાદ થયો હતો. કબજા અને માલિકીના વિવાદ અંગે અત્રેની કોર્ટમાં દાખલ કરેલા દાવાની કાર્યવાહી દરમિયાન વસંત ગજેરાએ જમીન ઉપર પોતાનો કબજો હોવા તથા ફેન્સિંગ અને કંપાઉન્ડ વોલ પણ તેમણે કરાવી હોવાનો દાવો કરી અંગેના પુરાવા પણ કોર્ટમાં રજૂ કર્યા હતા.

(12:38 am IST)