ગુજરાત
News of Saturday, 29th January 2022

જમીન સાથે જોડાયેલા જનનેતા:જાહેર જીવનમાં ખુબ મોટી ખોટ પડી :સ્વ, વજુભાઇ જાનીને હૃદયાંજલિ આપતા સાંસદ શક્તિસિંહજી ગોહિલ

સાંસદે કહ્યું- ગ્રાસરુટથી ગૃહ રાજ્ય મંત્રી તરિકે તેઓની ઉત્તમ કામગીરી રહી: તેઓના પુત્ર સાથે હું કોલેજમાં સાથે હોવાના કારણે પારાવારિક સબંધો પણ રહ્યા હતા

અમદાવાદ : સ્વ.વજુભાઇ જાની માજી ગૃહ રાજ્ય મંત્રીના અવસાન અંગે શક્તિસિંહ ગોહિલ, સાંસદ રાજ્યસભાએ પ્રતિક્રિયા આપતા જણાવેલ છે કે, સ્વ. મુ. વજુભાઇ જાની સાથે મારા પારાવારિક અને ઘનિષ્ઠ સબંધો રહ્યા હતા. હું જ્યારે જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ હતો ત્યારે વજુભાઇ ધારાસભ્ય હતા. તેઓ જમીન સાથે જોડાયેલા જનનેતા હતા. ગ્રાસરુટથી ગૃહ રાજ્ય મંત્રી તરિકે તેઓની ઉત્તમ કામગીરી રહી હતી. તેઓના પુત્ર સાથે હું કોલેજમાં સાથે હોવાના કારણે તેઓના પરિવાર સાથે પારાવારિક સબંધો પણ રહ્યા હતા. ગુઢાર્થ સાથેની તેઓની વાતોથી તેઓ એક બ્રહ્મદેવતા તરીકેના વિશાળ જ્ઞાનનો ભંડાર હતો એમ કહી શકાય. ભણતર કરતા તેઓનુ ગણતર ઉત્તમ રહ્યું હતું. નાના અને ગરીબ માણસોનો અવાજ હમેશાં ઉઠાવતા હતા. તેમના જવાથી જાહેર જીવનમાં ખુબ મોટી ખોટ પડી છે. અને મને પણ એક અંગત મુરબ્બી તરીકેની ખોટ પડી છે.

(6:46 pm IST)