ગુજરાત
News of Saturday, 29th January 2022

ધંધુકા આજે સજ્જડ બંધ

ધંધુકા હત્‍યા કેસ : પાકિસ્‍તાન સંગઠન હત્‍યા માટે જવાબદાર હોવાનું ખુલ્‍યુ

કિશન ભરવાડ હત્‍યા કેસના તાર પાકિસ્‍તાન સુધી લંબાયાઃ ખાદીમની પાર્ટી ખતરનાક એજન્‍ડા માટે કામ કરતી હોવાનું ખુલ્‍યુ

રાજકોટ,તા. ૨૯ : ધંધૂકામાં યુવકની હત્‍યાના તાર પાકિસ્‍તાન સુધી પહોંચ્‍યા છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામનું સંગઠન હત્‍યા માટે જવાબદાર હોવાનુ ખૂલ્‍યુ છે. પાકિસ્‍તાનની રાજકીય પાર્ટી સાથે સંગઠનને સીધો સંબંધ છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામના સંગઠનનો સંબંધ પાકિસ્‍તાનની રાજકીય પાર્ટી સાથે હોવાનું સામે આવ્‍યુ છે. તહેરિક-એ-લબ્‍બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટરવાદી હતો. ખાદીમ રિઝવી રાજકીય હત્‍યાઓ કરાવવાનું કામ કરતો હતો. ખાદીમની પાર્ટી ખતરનાક એજન્‍ડા સાથે કામ કરે છે.
ધંધૂકાના કિશન ભરવાડની હત્‍યા કેસના તાર છેક પાકિસ્‍તાન સુધી લંબાયા છે. આ સંસ્‍થા ગુજરાતમાં જેહાદ માટે પાકિસ્‍તાની એજન્‍ડા પર કામ કરે છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામનું સંગઠન હત્‍યા માટે જવાબદાર છે. આ સંગઠન પહેલા તહેરિક-એ-ફરૌખે-ઇસ્‍લામના નામથી ઓળખાતું હતું. આ સંગઠનનોનો સીધો સંબંધ પાકિસ્‍તાનની રાજકીય પાર્ટી સાથે છે. પાકિસ્‍તાનની પોલિટિકલ પાર્ટી તહરિકે-લબ્‍બેક સાથે તેને સંબંધ છે. તહેરિક-એ-લબ્‍બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટટવાદી હતો, અને ખાદીમ રિઝવીનું કામ રાજકીય હત્‍યાઓ કરાવવાનું છે. ખાદીમની પાર્ટી ખતરનાક એજન્‍ડા સાથે કામ કરે છે. ભારતમાં હવે બરલવી આતંકવાદનો ઘુસાડવાનું ષડયંત્ર ચલાવવાનું કામ ચાલે છે.
ધંધૂકામાં ૨૫ તારીખે ધોળા દિવસે બાઈક પર આવેલી બે વ્‍યક્‍તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્‍યો હતો. આ ઘટનાના સમગ્ર રાજયમાં પડઘા પડ્‍યા છે અને ધંધૂકા બાદ બોટાદ, રાણપુર બંધ રહ્યા પછી આજે શનિવારે બાવળા સંપૂર્ણ બંધનું એલાન હિન્‍દુ યુવા વાહીની, વિશ્વ હિન્‍દુ પરિષદ અને હિન્‍દુ સામાજિક આગેવાનો દ્વારા આપવામાં આવ્‍યું છે.
ધંધુકા હત્‍યાકાંડના પડઘા રાજયના અન્‍ય શહેરોમાં પણ પડ્‍યા છે. વડોદરામાં ભરવાડ સમાજ, શિવસેના અને વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા કલેક્‍ટરને આવેદન આપવામાં આવશે. ભાજપના કાઉન્‍સિલર વિનોદ ભરવાડની આગેવાનીમાં બેનર સુત્રોચ્‍ચાર સાથે આવેદન પત્ર આપવામાં આવશે. મોટી સંખ્‍યામાં ભરવાડ સમાજના લોકો બાઈક રેલી કરી કલેક્‍ટર ઓફિસ પહોંચશે અને મૃતકને યોગ્‍ય ન્‍યાય મળે તેવી માંગણી સાથે આવેદન પત્ર આપશે. ર્ી

 

(3:40 pm IST)