ડભોઈના ઓરડી ગામે પરણિતા પર દુષ્કર્મ :આરોપીની ધરપકડ
પરણિત યુવકે પરણિતાની એકતલાતનો ગેરલાભ લઈ દુષ્કર્મ આચર્યાનો આરોપ
વડોદરાના ડભોઈ તાલુકાના ઓરડી ગામે પરણિતા પર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ છે. એક પરણિત યુવકે પરણિતાની એકતલાતનો ગેરલાભ લઈ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. આ અંગે ફરિયાદ નોંધાતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર કેસમાં તપાસ શરૂ કરી છે.
ડભોઇ તાલુકાના ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ઓરડી ગામની પરિણીતા સાથે બળજબરીપૂર્વક ગામના જ યુવાને દુષ્કર્મ આચરવાનાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઓરડી ગામે 26 જાન્યુઆરીએ સવારે એક ખેડૂત પરિવારનો વ્યક્તિ ખેતીકામ માટે ખેતરમાં જાય છે. તે જ સમયે પરિણીતા ઘરમાં એકલી હોવાનો ગેરફાયદો ઉઠાવી આરોપી પરણિતાના ઘરમાં ઘૂસી જાય છે. આરોપી પરિણીતા સાથે બળજબરી કરે છે અને દુષ્કર્મ આચરે છે.
પરિણીતાએ બુમાબુમ કરતા આસપાસના વ્યક્તિ ત્યાં આવી જાય છે. તે જોઇને આરોપી ત્યાંથી ફરાર થઇ જાય છે. બાદમાં પીડિતાએ તેના પતિને સમગ્ર ઘટના વિશે જાણ કરતા પીડિતા અને તેનો પતિ ચાંદોદ પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવે છે. મહિલાની ફરિયાદ આધારે ચાંદોદ પોલીસે આરોપી યુવાનને ઝડપી પાડી આઇપીસી 376, 448 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.