ગુજરાત
News of Tuesday, 29th January 2019

ચાર ચાર બંગડીવાળી ગાડી શબ્દ કોઈની મોનોપોલી નથી મૂળ ગીતકાર મનુભાઈ રબારી હોવાનો કિંજલ દવેનો જવાબ

અમદાવાદ :જાણીતું ગીત ચાર બંગડી વાળી ગીતના કોપીરાઈટ વિવાદ મામલે ગાયિકા કિંજલ દવેએ કોમર્શિયલ કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. કિંજલે તેના પરના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

  કાર્તિક પટેલે આ ગીત કમ્પોઝ કર્યું હોવાનો દાવો કર્યો છે. પરંતુ આ મુદ્દે કોઈ પુરાવા રજૂ કર્યા નથી.ત્યારે કિંજલ દવેએ કાર્તિક પટેલ પર ગીત પાઇરસી કરવાનો આક્ષેપ કર્યો છે અને ચાર બંગડીવાળી ગીતના મૂળ ગીતકાર મનુભાઈ રબારી હોવાનું કિંજલે જવાબમાં કહ્યું છે. કિંજલના મતે મનુભાઈ રબારીએ આ ગીત કાર્તિક પહેલા ગાયું હતું.તેણે એમ પણ કહ્યું છે કે ચાર બંગડીવાળી ગાડી શબ્દ પર કોઈની મોનોપોલી નથી.

   અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતી સીંગર કિંજલ દવેને જે ગીતના કારણે ઓળખ મળી તે ચાર ચાર બંગડી વાળી ગાડી ગીત ફરી એક વખત તે જાહેર કાર્યક્રમમાં ગાઈ શકશે. કોપી રાઈટ વિવાદને લઈને આ ગીત ગાવા પર અમદાવાદના કોમર્શીયલ કોર્ટે સ્ટે મુક્યો હતો. જોકે આ સ્ટેને ગુજરાત હાઈકોર્ટે રદ કર્યો છે. અને હવે તે જાહેર કાર્યક્રમમાં ચાર ચાર બંગડી વાળી ગીતને ગાઈ શકશે.

(11:51 am IST)