ગુજરાત
News of Monday, 28th December 2020

વડોદરા: વિધર્મી યુવક સાથે પ્રેમ લગ્ન કરતા પિતાએ આઘાતમાં આવી મોતને વ્હાલું કર્યું

વડોદરા: શહેરમાં વિધર્મી યુવક સાથે ભાગીને લગ્ન કરનાર યુવતીના પિતા આ બનાવ બાદ પડી ભાંગ્યા હતા.રવિવારે રાતે તેના પિતાનુ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ હતી. 

મળતી માહિતી મુજબ,નાગરવાડા વિસ્તારની હિન્દુ યુવતી વિધર્મી યુવકના પ્રેમમાં હતી અને તા.૨જીએ યુવતી ઘરછોડી જતાં તેના ભાઇએ કારેલીબાગ પોલીસને અરજી આપી હતી.

બીજીતરફ યુવતી અને વિધર્મી યુવક છોટાઉદેપુર ગયા હતા અને ત્યાંથી તા.૬ઠ્ઠીએ મુંબઇ ગયા હતા.જ્યાં યુવતીએ ધર્મ પરિવર્તન કર્યું હતું અને ત્યારબાદ નામ  બદલીને લગ્ન કર્યા હતા.યુવતીએ આ બાબતે પોલીસને પણ જાણ કરી હતી.

 બંને જણા વડોદરા આવતાં  તેના પરિવારજનોને જાણ થઇ હતી. અને બન્ને ને પકડીને  પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા.ત્યારબાદ યુવકને તેના ઘરે અને યુવતીને તેના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

(5:19 pm IST)