ગુજરાત
News of Monday, 28th December 2020

કાલે રાજય ચૂંટણીપંચની વિડિયો કોન્ફરન્સઃ મતદાર યાદી સહિત સમીક્ષા

રાજકોટ, તા. ર૮ : રાજયની ૬ મહાનગરપાલિકા, ૮૧ નગરપાલિકા, ૩ જિલ્લા પંચાયત, ર૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી ફેબ્રુઆરી-ર૦ર૧માં યોજાનાર છે. આ ચૂંટણીઓ માટે તા. ૧-૧-ર૦ર૧ ની સ્થિતિની મતદાર યાદીઓ તૈયાર કરવા માટે સંબંધિત તમામ મતદાર અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે તાલીમ/સમીક્ષા પણ કરવામાં આવશે. આ બેઠક રાજય ચૂંટણી કમિશનરશ્રીના અધ્યક્ષપદે કાલે તા.ર૯ના રોજ સાંજે ૪ વાગ્યે વીડીયો કોન્ફરન્સિંગથી યોજાશે.

આ સમીક્ષા બેઠકમાં સ્વરાજયના એકમોની મતદાર યાદી તૈયાર કરવા અંગેના કાયદા અને નિયમની ચર્ચા. ૧-૧-ર૦ર૧ ની લાયકાતની સ્થિતિની વિધાનસભાની મતદાર યાદી આધારિત મતદાર યાદીઓ સમય તા. પ-૧-ર૦ર૧ ના રોજ પ્રાથમિક પ્રસિધ્ધી કરવા બાબત.

શહેરી સંસ્થાઓ અને પંચાયત સંસ્થાઓની ચૂંટણી માટે ઇ. વી. એમ.ની ઉપલબ્ધિ અને જરૂરીયાત. ઇ.વી.એમ.ના પાવરપેક મેળવી લીધેલ છે કે કેમ ? ઇન્ડેલીબલ ઇન્ક પુરતા પ્રમાણમાં ખરીદવામાં આવેલ છે કે કેમ  ? સ્વરાજયના એકમોની ચૂંટણીઓમાં ઇ.વી.એમ. તૈયાર કરવા ફર્સ્ટ લેવલ ચેકીંગ (એફ. એલ.સી.) કાર્યક્રમ અંગે.

ટ્રેનર્સ ટ્રેનીંગ માટે જિલ્લામાંથી વર્ગ-૧ ના બે સીનીયર અનુભવી અધિકારીઓના નામ મોકલવા બાબત.

પંચાયત અને શહેરી સંસ્થાઓના આર.ઓ./એ.આર.ઓ. અને પોલિંગ સ્ટાફની તાલીમો યોજવા બાબત. ચુંટણી સાહિત્ય હેન્ડબુકો અને અન્ય સાહિત્ય/સામગ્રીની ઉપલબ્ધિ, જરૂરીયાત બાબત. જિલ્લામાં રાજય ચૂટણી આયોગના નાયબ મામલતદારની જગ્યા ઉપર અનુભવી અને જાણકાર કર્મચારીની નિમણુંક કરવા તથા આ જગ્યાઓ પરના કર્મચારીને અન્ય ચાર્જ નહિ આપવા બાબત અને જગ્યા ખાલી નહિ રાખવા અંગે વગેરે બાબતોથી ચર્ચા વિચારણા અને નિર્ણયો લેવાશે.

(4:02 pm IST)