ગુજરાત
News of Wednesday, 18th July 2018

શાકભાજીના ભાવ આસમાને : ભારે વરસાદને કારણે માલમાં ખરાબી

ગૃહિણીઓ સહિત પરિવારોનું બજેટ ખોરવાઇ ગયું છે

અમદાવાદ તા. ૧૮ : દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદને કારણે શાકભાજી માર્કેટ પર પણ તેની અસર પડી છે. શાકભાજીનાં હબ તરીકે જાણીતા સુરત, નવસારી, વલસાડ, વાપી અને મહારાષ્ટ્ર તરફથી આવતા શાકભાજીઓમાં પ્રતિબંધ લાગેલ છે. ત્યારે શાકભાજીનાં ભાવમાં ભડકો થયો છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનાં અનેક શાક માર્કેટ બંધ છે. જેનાં કારણે શાકભાજીનાં ભાવ ઉંચકાયાં છે. મહારાષ્ટ્રથી આવતા શાકભાજી અને સુરતથી આવતો જથ્થો બંધ થતાં હાલ શાકભાજી ભારે મોંઘા બન્યાં છે. ભારે વરસાદને કારણે અનેક હાઈવે બંધ છે અને અનેક ટ્રકો રસ્તામાં ફસાયેલી હોવાંથી માર્કેટ પર અસર પડી છે અને વેપારીઓ પોતાનો માલ સમયસર પહોંચતો ન હોવાંથી હાલ માલની હેરાફેરી બંધ કરી છે. જેનાં કારણે અનેક માર્કેટમાં શાકભાજીની અછત સર્જાઈ છે અને ભાવમાં વધારો ઉંચકાયો છે.

શાકભાજી બજારમાં અમદાવાદ સુધી આવતી અનેક ટ્રકો આવી નથી. ત્યારે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં અમદાવાદમાં શાકભાજીઓનાં ભાવમાં વધારો જોવાં મળ્યો હતો. પરિણામે ગૃહિણીઓ સહિત પરિવારોનું બજેટ ખોરવાઇ ગયું છે. હાલનાં શાકભાજીનાં ભાવ પર નજર કરીએ. પહેલાનાં અત્યારનાં શાકભાજીનાં ભાવ પર તો ગવારનો જૂનો ભાવ કિલોનો ૩૦થી ૩૫ હતો. જે હાલ કિલોનાં ૪૦થી ૪૫એ પહોંચ્યો છે.

શાકભાજીઓનાં ભાવ જોઈને ચોક્કસથી એક વાત એવી સામે આવે છે કે, વરસાદ પડ્યો હોવા છતાં શાકભાજી આટલાં મોંઘા બન્યાં છે. શાકભાજી ઘર સુધી આવતાં હોલસેલ બજાર કરતાં ૩૦% જેટલો ભાવ વધી જાય છે. સામાન્ય બટાકાની વાત કરીએ તો તેની કિંમત ૨૫ રૂપિયા અને ડુંગળીનો ૨૫થી ૩૦નો ભાવ હતો અને પ્રજા પર વધુ એક માર પડ્યો છે.

શાકભાજી

જૂનો ભાવ (કિલો)

નવો ભાવ (કિલો)

ગવાર

૩૦-૩૫

૪૦-૪૫

ભીંડા

૩૫-૪૦

૫૦-૬૦

મરચાં

૧૦-૧૨

૨૫-૩૦

કોથમીર

૮૦-૮૫

૨૦-૨૫

રીંગણ

૫-૮

૧૫-૨૦

કારેલાં

૨૫-૩૫

૨૫-૩૫

ટામેટાં

૧૦-૧૨

૩૫-૪૦

ચોળી

૨૫-૩૦

૩૫-૪૦

દૂધી

૮-૧૦

૧૫-૨૦

ગલકાં

૧૨-૧૫

૨૫-૩૦

બટાટા

૨૦-૨૫

૩૦-૩૫

કોબિઝ

૫-૮

૧૨-૧૫

ફલાવર

૨૦-૨૫

૩૫-૪૦

(11:38 am IST)