ગુજરાત
News of Thursday, 26th April 2018

પાટણમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીનું વિડીયો સેટકોમમાં પ્રસારણ

પાટણ તા.રપ : ભારત દેશમાં તારીખ ૨૪ એપ્રિલ ૨૦૧૮ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવાય છે. પંચાયત ગ્રામીણ ભારતના સપના અને ઉમ્મીદોને સર્વ સમાવેશી વિકાસ કામ પુરા કરવાનું સશકત માધ્યમ છે. ગામના ઉત્થાનથી જ ભારતનું નવનિર્માણ થશે.

પ્રધાનમંત્રીશ્રીના સશકત પંચાયત, સશકત નારીના સુત્ર દ્વારા રાજકીય પંચાયતી રાજ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને ગ્રામસભાઓને બપોરે ૧૨-૫૫ થી ૧૩-૨૫ સુધી સેટકોમ દ્વારા સંબોધીત કર્યુ હતુ.

કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજયગુરૂ તેમજ પાટણ જિલ્લાની તમામ વિભાગની જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કચેરીઓના અધિકારી અને કર્મચારીઓએ પ્રધાનમંત્રીશ્રીના સંબોધનને નિહાળ્યું હતુ.(૪૫.૨)

(2:43 pm IST)