ગુજરાત
News of Thursday, 28th December 2017

રઘુવંશી સમાજનું ગૌરવ

ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે નીમાબેન આચાર્ય

રાજકોટ : આજે સાંજે ૫ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ નવા ભાજપ પ્રધાનમંડળની પ્રથમ બેઠક મળી રહી છે ત્યારે ટોચના આધારભૂત વર્તુળોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષપદે શ્રીમતી નીમાબેન આચાર્યનું નામ નક્કી થયુ છે અને સત્તાવાર જાહેરાત હવે થશે : આજે સાંજે પ વાગ્યે કેબીનેટ બેઠક બાદ મુખ્યમંત્રી વિજયભાઈ ખાતાની ફાળવણીઓ કરશે.

(3:36 pm IST)