ગુજરાત
News of Monday, 28th November 2022

સુરત બાદ હવે અબડાસાના ઉમેદવારે AAP છોડી : વસંત ખેતાણીએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો

પાટીદાર આગેવાનોની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરત બાદ હવે અબડાસાના ઉમેદવારે આમ આદમી પાર્ટી છોડી છે. અબડાસાના AAPના ઉમેદવાર વસંત ખેતાણીએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. પાટીદાર આગેવાનોની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ વસંત ખેતાણીએ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિહ જાડેજાને પણ ટેકો જાહેર કર્યો હતો.

 

(9:18 pm IST)