ગુજરાત
News of Monday, 28th November 2022

હાર્પિક મિશન સ્‍વચ્‍છતા ઔર પાનીઃ હાર્પિકે ‘સહુના માટે સ્‍વચ્‍છતા'ની કરી પહેલ

(કેતન ખત્રી), અમદાવાદઃ હાર્પિકે તેની  પ્રમુખ પહેલ ‘મિશન સ્‍વચ્‍છ ઔર પાની' હેઠળતમામ લોકો માટે સલામત શૌચાલયો તથા સ્‍વચ્‍છ અને સાફ શૌચાલયો માટે વર્તણૂકમાં બદલાવ માટેની જરૂરીયાત અંગેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવવા વિશ્વ શૌચાલય દિવસ પર ૮ કલાક લાંબી ટેલીથોનની શરૂઆત કરી છે. હાર્પિકના સૌથી લાંબા સમય સુધી ચાલેલા અભિયાનના ત્રણ સફળ વર્ષ પછી, હાર્પિક મિશન સ્‍વચ્‍છતા ઔર પાની- ‘મિલકર લે યે જિમ્‍મેદારી' સાથે આ અભિયાનને વધુ મોટું અને વધુ સમાવિષ્ટ બનાવીને આરોગ્‍ય, સ્‍વચ્‍છતા અને સફાઈના ક્ષેત્રમાં પુનરૂત્‍થાન કરવા તરફ આ પહેલ આગળ વધી રહી છે.

તમામ માટે સ્‍વચ્‍છતાનો હેતુ ધરાવતા આ અભિયન ‘મિશન સ્‍વચ્‍છતા ઔર પાની' એક એવી ઝુંબેશ છે કે જે સર્વાંગી સ્‍વચ્‍છતાના હેતુને સમર્થન આપે છે કે જેમાં દરેક વ્‍યક્‍તિ માટે સ્‍વચ્‍છ શૌચાલય સુલભ હોય. આ ઝુંબેશ તમામ લિંગ, ક્ષમતાઓ, જાતિઓઅને વર્ગો માટે સમાનતાને સમર્થન આપે છે અને દ્રઢપણે એવું માને છે કે સ્‍વચ્‍છ શૌચાલયો એ આપણી સહીયારી જવાબદારી છે. ભારતને સમગ્ર સ્‍વચ્‍છરાખવાનું, સમૂદાયોને રોગોથી રક્ષણ આપવાનું, સફાઈને જાળવી રાખવા માટેની લડતનું અને સલામત શૌચાલયોને સુલભ બનાવવા માટેનું આ વચન હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(3:38 pm IST)