ગુજરાત
News of Saturday, 28th November 2020

સંબંધીને ત્યાં બેસણામાં જતા વ્યક્તિની ઇકો ગાડીને ફુલવાડી ગામ પાસે અકસ્માત નડતા 5 ને ઇજા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ફુલવાડી ગામ પાસે ઇકો ગાડીને ટેમ્પોએ ટક્કર મારતા 5 ને ઇજાઓ થઈ છે.
  પ્રાપ્ત માહિતી મુજબ પ્રકાશભાઇ મગનભાઇ રોહીત ઇકો ગાડીમાં સંબંધીને ત્યાં બેસણામાં પરિવાર સાથે જતા હતા ત્યારે ફુલવાડી પાસે અજાણ્યા ટેમ્પો ચાલકે ઇકો ગાડી ને પાછળ થી ટક્કર મારતા ફરિયાદી પ્રકાશભાઈ રોહિત,તેમના પત્ની સુશીલાબેન,સરોજબેન, જ્યોતિકા બેન અને દક્ષાબેનને ઇજાઓ કરી ટેમ્પો ચાલક ટેમ્પો લઈ નાસી જતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(11:21 pm IST)