ગુજરાત
News of Saturday, 28th November 2020

કેડિલા હેલ્થકેરનો શેર ૬.૬ ટકા ઊછળીને ૩ વર્ષની ટોચે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઝાયડસ કેડિલાની મુલાકાત લીધી : કંપની વેક્સિન ડેવલપમેન્ટમાં દેશમાં એક અગ્રણી કેન્ડિડેટ તરીકે ઊભરતાં કેટલાક સમયથી શેર્સમાં ધીમો સુધારો

અમદાવાદ, તા.૨૮ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારે આયોજિત કંપનીના કોવિડ વેક્સિન ડેવલપમેન્ટ સુવિધાની મુલાકાત અગાઉ જોવા મળતી ઉત્તેજતા પાછળ ઝાયડસ જૂથની કેડિલા હેલ્થકેરનો શેર ૬.૬ ટકા ઊછળીને ત્રણ વર્ષની ટોચ પર પહોંચ્યો હતો. શુક્રવારે જ્યારે બાકીના ફર્મા કાઉન્ટર્સ શાંત જોવા મળ્યા હતા ત્યારે કંપનીનો શેર બીએસઈ ખાતે અગાઉના :. ૪૨૨.૩૫ના બંધ સામે :. ૨૭.૭૫ ઊછળી :. ૪૫૦.૧૦ની સપાટીએ બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે :. ૪૫૮.૮૫ની ટોચ દર્શાવી હતી. આ અગાઉ નવેમ્બર ૨૦૧૭માં કંપનીનો શેર આ સપાટી પર જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ તેમાં તીવ્ર મૂડીધોવાણ જોવા મળ્યું હતું.

જોકે અંતિમ પાંચ મહિના દરમિયાન ફર્મા શેર્સમાં જોવા મળેલી સાર્વત્રિક તેજીમાં કેડિલાનો શેર પણ જોડાયો હતો અને માર્ચ મહિનાના :. ૨૧૨.૭૦ના તળિયાથી તે સુધરતો રહ્યો હતો. શુક્રવારના બંધ ભાવે તેણે ૧૧૬ ટકાનું રિટર્ન દર્શાવ્યું હતું. લાંબા સમયગાળા બાદ કંપનીનો શેર અમદાવાદ સ્થિત હરીફ ટોરેન્ટ ફર્માના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. એક તબક્કે બીજા સન ફર્મા બાદ બીજા ક્રમે ટ્રેડ થનારો કેડિલા ફર્માનો શેર ચાલુ કેલેન્ડર વર્ષની શ:માં :. ૨૩,૦૦૦ કરોડના નીચા માર્કેટ-કેપ પર જોવા મળ્યો હતો. જે વખતે તે માર્કટ-કેપની રીતે દેશની ટોચની ૧૦ ફર્મા કંપનીમાં સમાવિષ્ટ નહોતો. જોકે કંપની કોવિડ-૧૯ વેક્સિન ડેવલપમેન્ટમાં દેશમાં એક અગ્રણી કેન્ડિડેટ તરીકે ઊભરતાં કેટલાક સમયથી શેર્સમાં ધીમો સુધારો જળવાયો હતો. શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં કોવિડ વેક્સિન પ્રોગ્રામની સમીક્ષાના ભાગ:પે કેડિલાની અમદાવાદ સ્થિત સુવિધાની મુલાકાતના અહેવાલ પાછળ શુક્રવારે કાઉન્ટરમાં લેવાલી જોવા મળી હતી અને ઊંચા વોલ્યૂમ પાછળ શેરમાં ખરીદી જોવા મળી હતી.

બીએસઈ ખાતે અંતિમ બે સપ્તાહના સરેરાશ દૈનિક ૧.૦૭ લાખ શેર્સના વોલ્યૂમ સાથે શુક્રવારે ૮.૯૩ લાખ શેર્સ સાથે લગભગ નવ ગણુ કામકાજ જોવા મળ્યું હતું. કંપનીનું માર્કેટકેપ પણ :. ૪૬૦૦૦ કરોડને પાર કરી ગયું હતું અને તે સાથે તે છઠ્ઠા ક્રમની લિસ્ટેડ ફર્મા કંપની બની હતી.

(8:51 pm IST)