ગુજરાત
News of Saturday, 28th November 2020

બર્ગર કિંગ ઇન્ડિયા લિમિટેડનો આઇપીઓ બિડ/ઓફર બુધવારે ખુલશે : ૪ ડીસેમ્બરે બંધ

(કેતન ખત્રી) અમદાવાદ : પ્રથમ પાંચ વર્ષની કામગીરી દરમિયાન રેસ્ટોરાંની સંખ્યાને આધારે ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ઘિ કરતી ઇન્ટરનેશનલ કયુએસઆર ચેઇન પૈકીની એક બર્ગર કિંગ ઇન્ડિયા લિમિટેડ (સ્ત્રોત ટેકનોપેક)ની રૂ. ૧૦ ની ફેસ વેલ્યુ ધરાવતા ઇકિવટી શેરની ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ) ૨ ડિસેમ્બર, ૨૦૨૦ ના બુધવારે ખુલશે. ઇકિવટી શેર અને આ પ્રકારની ઇનિશિયલ પબ્લિક ઓફર, બિડ/ઓફરનો ગાળો ૪ ડિસેમ્બરના પૂરો થશે.

ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇકિવટી શેર દીઠ રૂ. ૫૯ થી રૂ. ૬૦ નક્કી કરવામાં આવી છે. આઇપીઓમાં કંપનીના રૂ. ૪,૫૦૦ મિલિયન સુધીના કુલ ઇકિવટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને કયુએસઆર એશિયા પ્રાઇવેટ લિમિટેડનાં ૬૦,૦૦૦,૦૦૦ ઇકિવટી શેરના વેચાણની ઓફર અને ફ્રેશ ઇશ્યૂ સાથે સામેલ છે.

કંપનીએ (૧) ૨૩ મે, ૨૦૨૦ થી બોર્ડના ઠરાવના સંબંધમાં ઇકિવટી શેરદીઠ રૂ. ૪૪ ની કિંમતે રૂ. ૫૮૦.૮૦ મિલિયન પર રોકડ માટે પ્રમોટર સેલિંગ શેર હોલ્ડરને ૧,૩૨,૦૦,૦૦૦ ઇકિવટી શેરના રાઇટ્સ ઇશ્યૂ કરીને અને (૨) ૧૮ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ બોર્ડના ઠરાવના સંબંધમાં બીઆરએમએલ સાથે ચર્ચા કરીને ઇકિવટી શેરદીઠ રૂ. ૫૮.૫૦દ્ગક કિંમતે કુલ રૂ. ૯૧૯.૨૦ મિલિયન રોકડ માટે એઆઇએલ ને ૧૫,૭૧૨,૮૨૦ ઇકિવટી શેરની પ્રેફરેન્શિયલ ફાળવણી મારફતે પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ પ્રક્રિયા હાથ ધરી છે.

પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટના સંબંધમાં રૂ. ૬,૦૦૦ મિલિયન સુધીના ફ્રેશ ઇશ્યૂની સાઇઝમાં રૂ. ૧,૫૦૦ મિલિયન સુધીનો ઘટાડો થયો છે અને એ મુજબ, ફ્રેશ ઇશ્યૂની સાઇઝ રૂ. ૪,૫૦૦ મિલિયન થઈ છે. બિડ લદ્યુતમ ૨૫૦ ઇકિવટી શેર માટે અને પછી ૨૫૦ ઇકિવટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ચોખ્ખી આવકનો ઉપયોગ બર્ગર કિંગ રેસ્ટોરાંની માલિકીની નવી કંપની માટે ફંડ પૂરું પાડવા (૧) બર્ગર કિંગ રેસ્ટોરાંની માલિકીની નવી કંપની સ્થાપિત કરવા માટે કંપનીની બાકી નીકળતી રકમની પુનઃચુકવણી કે આગોતરી ચુકવણી કરવા અને (૨) બર્ગર કિંગ રેસ્ટોરાંની માલિકીની નવી કંપનીની રચના કરવા અને સાધારણ કોર્પોરેટ ઉદ્દેશ માટે મૂડીગત ખર્ચ કરવા માટે થશે.

(2:34 pm IST)