ગુજરાત
News of Saturday, 28th November 2020

કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવી રિપોર્ટ રજૂ કરવાનો ગુજરાત હાઈકોર્ટેનો આરોગ્ય સચિવ જયંતિ રવિને આદેશ

રેપીડ એન્ટીજન ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ મુદ્દે માહિતી RTI અધિનિયમ હેઠળ માંગી શકાય છે.

અમદાવાદ: કોરોના મહામારીની વર્તમાન સ્થિતિ અંગે તાગ મેળવી રિપોર્ટ રજૂ કરવાનો ગુજરાત હાઈકોર્ટે આરોગ્ય સચિવ જયંતિ રવિને આદેશ કર્યો છે.

કોરોનાને અટકાવવા માટે લગ્નની હાજરી મુદ્દે સુનાવણી દરમિયાન હળવા અંદાજમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથે જણાવ્યું હતું કે હું લોકો વિશે શું કહું, મારા પોતાના જજ લગ્નમાં હાજરી આપવા 600 કિમી દૂર જાય છે.

રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે કોરોનાને અટકાવવા માટે અમે લગ્નમાં હાજરીની સંખ્યાને ઘટાડીને 200થી 100 કરી છે. મૃત્યુમાં 100 લોકો જ જઈ શકે છે,જ્યારે તમામ રાજકીય રેલી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કોરોના મહામારીમાં વચ્ચગાળા જામીન પર બહાર કાચા કામના કેદીઓના જામીન 31મી ડિસેમ્બર સુધી વધાવરમાં આવ્યા છે

કોરોના ટેસ્ટિંગના રેપીડ એન્ટીજન ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ મુદ્દે રિપોર્ટ રજૂ કરવાની માંગ સાથે કરાયેલી અરજીનો નિકાલ કરતા કોર્ટે કહ્યું આ અરજીની માહિતી RTI અધિનિયમ હેઠળ માંગી શકાય છે.

(10:52 pm IST)