ગુજરાત
News of Wednesday, 28th November 2018

અંબાણી પરિવારે માં અંબાના કર્યા દર્શન, :પુત્રી ઇશાના લગ્નની કંકોત્રી કરી અર્પણ

નીતા અંબાણી દાંતા પહોંચતા ફૂલોથી કરાયું ભવ્ય સ્વાગત

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલુ થઇ ગઇ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી 12મી ડિસેમ્બરે યોજાનારા પુત્રી ઇશાના લગ્નને અંબાણી પરિવાર ગુજરાતમાં સ્થિત અંબાજી મંદિરે માતાજીના દર્શનાર્થે આવ્યો હતો મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પરિવાર સાથે દાંતા પહોંચ્યા હતા,, અહીં હેલિકોપ્ટરમાંથી ઉતરતાની સાથે જ તેઓનું ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

  અંબાણી પરિવારે અંબાજી મંદિરે ઈશાના લગ્નની કંકોત્રી અપર્ણ કરી હતી આ પહેલા માતાજીની આરતી કરી પૂજા અર્ચના કરી હતી

 

 

(8:46 pm IST)