ગુજરાત
News of Wednesday, 28th October 2020

અંકલેશ્વર જીઆઇડીસીના અધિકારી સવા બે લાખની રોકડ સાથે ઝડપાયા

ક્લાસ ટુ અધિકારી પંકજ શેઠની કારનું એસીબીએ સરપ્રાઇઝ ચેકિંગ કરતા રોકડ મળી

 

અંકલેશ્વર જીઆઇડીસીના અધિકારી સવા બે લાખની રોકડ રકમ સાથે ઝડપાયા છે. અંકલેશ્વર જીઆઇડીસીના ક્લાસ ટુ અધિકારી પંકજ શેઠની કારનું સરપ્રાઇઝ ચેકિંગ થતા તેમની પાસેથી આટલી રોકડ મળી આવી હતી.

 લાંચરુશ્વત વિરોધી ખાતા (એસીબી)ને મળેલી માહિતીના આધારે તેમનું સરપ્રાઇઝ ચેકિંગ થયું હતું. આમ દિવાળીના સરપ્રાઇઝ ચેકિંગમાં એસીબીનો પ્રથમ સપાટો હતો. ક્લાસ ટુ ઓફિસર જેવા મોટા અધિકારીની ધરપકડ થઈ હતી. દિવાળી પૂર્વે એસીબી દ્વારા લાંચિયા અધિકારીઓ સામેની તપાસની કાર્યવાહી વેગવંતી બની છે.

(12:44 am IST)