ગુજરાત
News of Wednesday, 28th October 2020

રશ્મિન ભાજપના નારાજ જૂથનો અગ્રણી હોવાની ચર્ચા: ભાજપ શાસિત તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ હોવાના કોંગ્રેસના મનીષ દોશીએ પુરાવા સાથે પત્રકાર પરિષદ યોજી

નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ઉપર ચપ્પલ ફેકવાનો મામલો: પોલિસે ધરપકડ કરેલ રશ્મિન પટેલ શિનોર તાલુકા પંચાયતનો પૂર્વ કારોબારી અધ્યક્ષ છે: કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ પુરાવા સાથે કરી પત્રકાર પરિષદ: રાજ્ય ચૂંટણી પંચની સત્તાવાર યાદીમાં તેનું નામ છે: ૨૦૧૦ માં આ રસ્મિન ભાજપના મેન્ડેટ પર જીત્યો હતો તેનો પુરાવો પણ આપ્યો: કોંગ્રેસે કહ્યું કે ભાજપે જ તેને કારોબારી અધ્યક્ષ બનાવ્યો હતો: રશ્મિનના પત્ની શિનોર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ : ભાજપના જુથવાદના કારણે જુતુ ફેકાયુ હોવાની ચર્ચા: ભાજપના નારાજ મનાતા જુથમા રશ્મિન હોવાની વાતો: કોંગ્રેસે કહ્યું કે સી. આર. પાટિલ અને વિજયભાઈ રૂપાણી વચ્ચેની ખેંચતાણનો ભોગ નિતીનભાઈ  બન્યા છે.

(5:27 pm IST)