ગુજરાત
News of Wednesday, 28th October 2020

ખેડા તાલુકાના ચાંદણા ગામની સીમમાં વાત્રક નદીના તટમાં દારૂનું કટિંગ કરનાર 6 શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા

ખેડા: તાલુકાના ચાંદણા ગામની સીમમાં આવેલ વાત્રક નદીના તટમાં ચાલતાં વિદેશી દારૂના કટીંગ પર ગત રાત્રીના સમયે સ્થાનિક પોલીસે દરોડો પાડી શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે રૂ.૨૬,૭૩,૬૦૦ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ કન્ટેનર, છોટા હાથી ટેમ્પી, ત્રણ મોટરસાઈકલ, ચાર મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.૪૧,૯૬,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને પકડાયેલા શખ્સો, ભાગી છૂટેલા કન્ટેનર ચાલક અને ટેમ્પી ચાલક તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર કુ઼ડાસણના બુટલેગર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના ચાંદણા ગામની સીમમાં આવેલ વાત્રક નદીના તટમાં ઊભેલા એક કન્ટેનરમાંથી અન્ય વાહનોમાં વિદેશી દારૂનું કટીંગ ચાલતું હોવાની માહિતી ખેડા ટાઉન પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગત રાત્રીના નવ વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો. જ્યાં પોલીસને જોઈ બુટલેગરોમાં નાસભાગ મચી હતી. જેમાં કેટલાક શખ્સો પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યાં હતાં.

(5:06 pm IST)