ગુજરાત
News of Wednesday, 28th October 2020

બાયડ તાલુકાના માધવકંપા ગામે બાયોડીઝલનો વેપલો ચલાવનાર વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામ્યો

બાયડ:તાલુકાના માધવકંપા પાસે આવેલ પાર્થ ટ્રેડર્સ નામે બાયોડીઝલનો વેપાર કરતા પટેલ નવનીતભાઈ રાવજીભાઈની પેઢીમાં અગાઉ પુરવઠા વિભાગની ટીમોએ તપાસ કરતા પેઢીમાં બાયોડીઝલનો ભાવ તથા સ્ટોકની વિગત દર્શાવતું કોઈ બોર્ડ રાખેલ હતું. તેમ તા.-૯ના રોજ તપાસણી દરમિયાન પાર્થ ટ્રેડર્સ નામના બાયોડીઝલ પંપ પરથી નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં એક નમૂનો પેઢીના માલિક પાસે અને અન્ય બે નમૂના જિલ્લા પુરવઠા કચેરી દ્વારા ફોરેન્સિક લેબમાં પરિક્ષણ માટે મોકલાવામાં આવ્યા હતા. લેબોરેટરીના પૃથ્થકરણ અનુસાર ઉપરોક્ત બન્ને નમુના બાયોડીઝલની લાક્ષણિકતા સંતોષાતા ફેઈલ થયા હતા આથી પુરવઠા વિભાગ દ્વારા માધવકંપા પાસેના પાર્થ ટ્રેડર્સ નામે બાયોડીઝલનો વેપાર કરતા પટેલ નવનીતભાઈ રાવજીભાઈ સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ની કલમ-૩ના લીંગ બદલ કલમ હેઠળ આવતા શિક્ષાત્મક પગલા લેવા બાયડ પોલીસ સ્ટેશનમાં મામલતદારે ફરિયાદ નોંધાવી હતી.

(5:05 pm IST)