ગુજરાત
News of Wednesday, 28th October 2020

વડોદરામાં સરકારી નોકરી અપાવવાના બહાને 45 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી આચરનાર ભેજાબાજ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરમાં સરકારી નોકરી અપાવવાના બહાને સાત યુવકો પાસેથી ૪૫ લાખ રૃપિયા પડાવી લઇ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતાએ યુવાનોને નોકરી અપાવી નહોતી. એટલું નહીં યુવાનોએ જ્યારે તેમના રૃપિયા પાછા માંગ્યા ત્યારે ઠગ અને તેના સાગરિતોએ યુવકો પર હુમલો કરી કારની તોડફોડ કરી હતી. માંજલપુર પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંચ દિવસમાં કામ કરી આપવાનું કહેતા હર્ષિલે ત્યારબાદ ગોળગોળ જવાબો આપવાનું શરૃ કર્યું હતું. અમારી સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાઇ આવતા અમે હર્ષિલ પાસે રૃપિયા પરત માંગ્યા હતાં. ગઇકાલે હર્ષિલે અમને કપુરાઇ  ચોકડી મળવા માટે બોલાવતા હું અને મારા સંબંધીઓ કપુરાઇ ચોકડી ગયા હતાં. હર્ષિલ સાથે બોલાચાલી થતા હર્ષિલે ફોન કરીને થી ૧૦ વ્યક્તિઓને બોલાવી લીધા હતાં. હું મારા મોબાઇલ ફોનથી તમામ વ્યક્તિઓનું શૂટિંગ કરતો હોવાથી તેઓ બધા માત્ર બોલાચાલી કરીને જતા રહ્યાં હતાં. ત્યારબાદ હર્ષિલે અમને ફોન કરીને માંજલપુર દરબાર ચોકડી પાસે બોલાવ્યા હતાં. અમે ત્યાં ગયા ત્યારે હર્ષિલે અને તેના સાગરિતોએ લોખંડની પાઇપ તેમજ પથ્થરો વડે અમારી પર અચાનક હુમલો કરી માર માર્યો હતો. તેમજ મારી કારનો કાચ પણ તોડી નાંખ્યો હતો. માંજલપુર પોલીસે ફરિયાદ અંગે ગુનો નોંધી હર્ષિલ સહિત પાંચ આરોપીને ઝડપી પાડયા છે.

(5:02 pm IST)