ગુજરાત
News of Wednesday, 28th October 2020

વડોદરામાં કોર્પોરેશન દ્વારા એકઠો કરવામાં આવેલ સામાન પરત લઇ જવામાં ન આવતા કરવામાં આવશે હરાજી

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા માર્ગો પરથી મોટા બોર્ડ લારી ગલ્લા કેબીનો વાહનો વગેરે જપ્ત કરી દબાણો દૂર કરવામાં આવે છે. જપ્ત કરેલો સામાન કોર્પોરેશનના મુજ મહુડા ખાતે આવેલા સ્ટોર ખાતે જમા કરાવી દેવામાં આવે છે. ભંગાર તરીકે પડી રહેલા સામાનને કોર્પોરેશન હવે જાહેર હરાજી કરી નિકાલ કરી દેશે

મુજમહુડા ખાતે આવેલો ભંગારનો સ્ટોર આશરે 60,000 ચોરસ ફૂટ વિસ્તારમાં છે. જ્યાં દબાણ હટાવ્યા બાદ જપ્ત કરેલો સામાન રાખી મુકવામાં આવે છે. કોર્પોરેશન આમ તો સામાન જપ્ત કર્યા બાદ નીતી નિયમો મુજબ સામાન જે માલિકનો હોય તેને દંડ વસુલ કરી પાછો આપી દે છે.

(5:01 pm IST)