ગુજરાત
News of Wednesday, 28th October 2020

કોરોનાના કાળમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ નહીં યોજાય

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સત્તાવાર જાહેરાત : ૨૦૦૩માં વાઇબ્રન્ટ સમિટની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મોદીએ વિકાસનું સૂત્ર વહેતું મૂક્યું હતું

ગાંધીનગર,તા.૨૮ : વાઇબ્રન્ટ સમિટની સત્તાવાર શરૂઆત વર્ષ ૨૦૦૩માં કરવામાં આવી હતી. વાયબ્રન્ટ ગુજરાતમાં અનેક દેશોના ડેલિગેટ્સ અને હજારો કંપનીઓએ નોંધણી કરાવે છે. બાદમાં તેઓ ગુજરાતમાં મોટી સંખ્યમાં રોકાણ કરે છે. પરંતુ આ વર્ષે વાયબ્રન્ટ ગુજરાત નહી યોજાય. વાયબ્રન્ટ ગુજરાત સમિટ મુદ્દે સમાચાર આવ્યા છે કે, આ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ નહીં યોજાય. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, આ વર્ષે વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે નહી. ગુજરાતમાં ઉદ્યોગ જગત અને રાજકારણ વચ્ચેના તાલમેલ તરીકે સમિટની ગણના નિષ્ણાતો કરતા આવ્યા છે.

ગુજરાતના ઉદ્યોગ જગતને એક મંચ પર લાવવા માટેનું મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવતા સમિટની કથિત સફળતાઓ મામલે વિવિધ સવાલો પણ ઊઠતા આવ્યા છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે વાયબ્રન્ટ ગુજરાત નહી યોજાય તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નોંધનિય છે કે, વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ સમિટની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી, જેમાં નરેન્દ્ર મોદીએ 'વિકાસલ્લનું સૂત્ર વહેતું મુકવામાં આવ્યું હતું.

(8:51 pm IST)