ગુજરાત
News of Wednesday, 28th October 2020

નીરવ રાયચુરાના ફોનમાં સ્ફોટક વિગતો તમામ મોબાઈલ એફએસએલમાં મોકલી આપ્યાઃ ડીસીપી પ્રેમસુખ ડેલું

કિપટો કરન્સી... ક્રિકેટ સટ્ટાના હિસાબો બૂટલેગરો સાથેની વાતચીત હોવાની આશંકા આધારે પગલું: બોગસ કોલ સેન્ટરના બેતાજ બાદશાહની જાહોજલાલી નિહાળી પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતીઃ અમદાવાદની ગેંગો સામે મેદાને પડેલા યુવા આઈપીએસની 'અકિલા' સાથે વાત ચીત

રાજકોટ,તા.૨૮: અમદાવાદમાં બોગસ કોલ સેન્ટરના બેતાજ બાદશાહ તરીકે જાણીતા લોહાણા નીરવ રાયચુરા તથા ભાવનગરના સંતોષ ભરવાડ અને રાહુલ પુરબવાને ત્યાં રેડ દરમ્યાન નીરવ રાયચુરા ફોનેમાંથી ક્રિપ્ટો કરન્સી ડેટા સાથે બૂટલેગરો સાથેના વાતચીતના મેસેજો મળતા તેમના બન્ને ફોન એફએસએલમાં મોકલ્યા હોવાનું અમદાવાદના ઝોન ૭ ડીસીપી પ્રેમસુખ ડેલું એ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

અત્રે યાદ રહે કે અમદાવાદની વિવિધ ગંેગો સામે ગુંડા ધારા હેઠળ કાર્યવાહી કરી એક સમયના ડોન લતીફના પુત્ર વગેરે સામે કાર્યવાહી કરનાર આ યુવા આઇપીએસ દ્વારા જ નીરવ રાયચુરા અંગેની બાતમી મેળવી આનંદનગર પોલીસ મથકના પીએસઆઈ દ્વારા રેડ કરવામાં આવતા નીરવ રાયચુરાની જાહોજલાલી જોઈને પોલીસની આંખો પોહાળી બની ગઈ હતી.તેમ ડીસીપી પ્રેમસુખ્ ડેલુએ અકીલા સાથેની વાતચીતમાં વધુમાં જણાવેલ. આરોપી નીરવ રાયચુરાના વૈભવશાળી બંગલો ચંગોદરમાં હોવાની અમદાવાદ રૂરલ એસપી વીરેન્દ્ર યાદવને માહિતી આપતા ત્યાં આ દરોડા પડેલ.

નીરવ રાયચુરાના બંગલાં અદ્યતન બારવ સાથે તેની મોંઘી એવી રેન્જ ઓવર કાર મળી આવી હતી. બિન સત્તાવાર રીતે પ્રાપ્ત થતાં અહેવાલો અનુસાર તેમના બંગલામાંથી હીરા જડિત દાગીનાનો પોલીસ કબ્જે કર્યા છે. ઈનકમ ટેકસ પણ ઝંપલાવે તેવી શકયતા પોલીસ સૂત્રો વ્યકત કરી રહ્યા છે.

(12:44 pm IST)