ગુજરાત
News of Wednesday, 28th October 2020

સુરતમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું : ડેન્ગ્યુના કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું

ફોગિંગ અને દવાના છંટકાવની કામગીરી: મનપા દ્વારા 2 હજાર જેટલી સર્વેલન્સ ટીમોને કામે લગાડી

સુરતમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. સુરતમાં હાલ ડેન્ગ્યુના રોગે ઉપાડો લીધો છે અને ત્રણ ઝોનમાં ડેન્ગ્યુનો રોગચાળો વકરી રહ્યો છે. જોકે મચ્છરજન્ય રોગચાળો વકરતા સુરત મનપાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને ત્વરિત અસરથી આ વિસ્તારોમાં ફોગિંગ અને દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરતમાં હાલ પ્રતિદિન ત્રણથી ચાર જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાઇ રહ્યા છે. જોકે મચ્છરજન્ય રોગચાળો વધુ ન વકરે તે માટે મનપા દ્વારા 2 હજાર જેટલી સર્વેલન્સ ટીમોને કામે લગાડી છે. જોકે અધિકારીઓ માની રહ્યા છે કે ગત્ત વર્ષની સરખામણીએ હાલ રોગચાળો કાબૂમાં છે.

(11:43 am IST)